Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

તું બહુ સામુ જાયા કરે છે...કહી નાણાવટી ચોક ક્વાર્ટરમાં રહિમ કુરેશીનું અફઝલ ઉર્ફ રાજાઍ બાઇક સળગાવ્યું: ખૂનની ધમકી

રાજકોટ : ગાંધીગ્રામ નાણાવટી ચોક આવાસ યોજના ક્વાર્ટર નં. ૧૦/૨૮૬માં સ્ટલિ*ગ હોસ્પિટલ પાછળ રહેતાં રહિમ ભીખુભાઇ કુરેશી (ઉ.વ.૩૬)ને ત્યાં જ રહેતાં અફઝલ પઠાણે તું બહુ સામુ જાયા કરે છે, બહુ કાતરો મારે છે...કહી ગાળો દઇ છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી બાઇક સળગાવી નાંખતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. સાજીદભાઇ ખીરાણી અને અનુજભાઇ આહિરઍ ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી કરી છે.

 

(12:36 pm IST)