Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રૈયાધારમાં ફટાકડા ફોડવા મામલે બધડાટીઃ પાંચ ઘવાયા

રાજકોટ : રૈયાધાર ઇન્દિરાનગરમાં ઘર પાસેથી ફટાકડા દૂર ફોડવાનું કહેતાં મારામારી થતાં પાંચને ઇજા થઇ હતી. યુનિવર્સિટી પોલીસે  રૈયાધાર ઇન્દિરાનગર-૧માં રહેતાં અને ભંગારની ફેરી કરતાં દિપક સોમાભાઇ સોલંકી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી આ વિસ્તારના જ રાજુ કાળુભાઇ મકવાણા, ભીખાભાઇ અને સાગર ભીખાભાઇ સામે ગુનો નોંધ્યો છે. દિપકે પડોશી રાજૂને ઘરથી દૂર ફટાકડા ફોડવાનું કહેતા તેણે ઝઘડો કરી હુમલો કરતાં દિપક, તેના ભાઇઓ, પુત્ર અને સાળાઓને ઇજા થઇ હતી. હેડકોન્સ. અજયસિંહ ચુડાસમાઍ ગુનો નોંધી વિશેષ કાર્યવહી કરી હતી.

(12:37 pm IST)