Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં દિપાવલી પર્વમાં ઠંડીમાં વધઘટઃ નલીયા ૧૫.૩-રાજકોટ ૧૬.૯ ડિગ્રીઃ બેવડી ઋતુનો અનુભવ હજુયે યથાવત

રાજકોટઃ. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્ના છે. મોડી રાત્રીથી સવાર સુધીમાં લઘુમત તાપમાનનો પારો નીચે જાય છે. જ્યારે બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.

આજે રાજ્યમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં ૧૫.૩ ડીગ્રી રહ્ના હતું. જ્યારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૬.૯ ડીગ્રી નોંધાયુ હતું.

દરરોજ સવારે ઠંડકની અસર યથાવત રહે છે. જા કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ વાતાવરણમાંથી ઠંડી અદ્રશ્ય થઈ જાય છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ગરમીની અસર વધવા લાગે છે. આજે પણ ડબલ ઋતુનો અનુભવ યથાવત છે.

ક્યાં કેટલુ તાપમાન ?

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૯.૦ ડીગ્રી

ડીસા

૧૮.૨  ’’

વડોદરા

૨૧.૪  ’’

સુરત

૨૨.૬  ’’

રાજકોટ

૧૬.૯  ’’

કેશોદ

૧૬.૨  ’’

ભાવનગર

૨૦.૫  ’’

પોરબંદર

૧૬.૬  ’’

વેરાવળ

૨૦.૯  ’’

દ્વારકા

૨૧.૪  ’’

ઓખા

૨૩.૫  ’’

ભૂજ

૧૮.૪  ’’

નલીયા

૧૫.૩  ’’

સુરેન્દ્રનગર

૧૯.૯  ’’

ન્યુ કંડલા

૨૦.૦  ’’

કંડલા ઍરપોર્ટ

૧૭.૬  ’’

ગાંધીનગર

૧૭.૫  ’’

અમરેલી

૧૭.૨  ’’

મહુવા

૧૮.૨  ’’

દિવ

૧૮.૨  ’’

વલસાડ

૧૭.૦  ’’

વલ્લભવિદ્યાનગર

૧૯.૭  ’’

(12:38 pm IST)