Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સુર્યશકિત અને વરસાદના પાણીનો સદઉપયોગ કરીને પ્રદુષણથી બચીએ

રાજકોટઃ હાલમાં વિશ્વભરમાં પેટ્રોલ, ડિઝલ અને કોલસાના ભાવમાં અવિરત વધારો થઈ રહયો છે સાથે સાથે તેનો સ્ટોક પણ ઘટી રહયો છે. ત્યારે આપણે દરેક વ્યકિતની ફરજ બને છે કે, બન્ને તેટલો પેટ્રોલ, ડિઝલ, ઇલેકટ્રીકટીસીટી અને પાણીનો વપરાશ ઘટાડીએ અને તેને બચાવવાનો અમૂલ્ય પ્રયત્ન કરીએ કદરતે આપેલી અનમોલ શકિતનો પરેપુરો ઉપયોગ કરીએ.  સરકાર દ્વારા ઈલેકટ્રીસીટી ઉત્પાદન કરવા માટે સોલાર તેમજ પવનચકકી દ્વારા ઉત્પાદન  થતી વિજળી માટે ઘણી બધી સબસીડી અને સ્ક્રીમો અવાર નવાર રજુ થઈ રહી છે. ત્યારે હાલમાં જે લોકોને તેનો લાભ લીધો છે તે વંદનીય છે.

સાથે સાથે એવું જોવામાં આવ્યું છે કે ફલેટ ઓનર્સ અથવા બંગલાઓ, ફેકટરીઓ, ઓફીસોમાં સોલાર પાવર સીસ્ટમ લગાવી છે તેમણે વિજળીની બચત દિવસે વપરાતી ૦-૦ (શુન્ય) બીલની રકમ થઈ ગઈ છે.આજે જે લોકોએ પચાસ કે.વી.ની પાવર સીસ્ટમ લગાવેલ છે જેનો ખર્ચ અંદાજે ૨૦ થી રર લાખ રૂપીયા (સબસીડી વગર) થાય છે. તેઓને ૪૮ થી ૫૦ હજારનું બીલ આવતું હતું તે શુન્ય થઈ જતાં બચત થાય છે. જેના હિસાબે ૪ થી પ વર્ષમાં આ ખર્ચની બચત પાછી એફ.ડી.ના રૂપમાં મૂકી શકાય છે એટલે કે ફકત ૪ થી પ વર્ષના વ્યાજના નુકશાનમાં આ સીસ્ટમ ૨૦ થી ૨પ વર્ષ માટે કામ કરે છે.તો કેટલી મોટી બચત દર વર્ષે મળે તે સમજીને લોકોએ વધુને વધુ આ વ્યવસ્થામાં સરકારની સહાય વગર જોડાવુ જોઇએ.

  આવી જ રીતે આપણા બંગલાઓ અને ફલેટોમાં અને રોડ રસ્તાના તળીયા પાકા થઈ જતાં વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી સરકારના કાયદા મુજબ આપણે ફકત અગાશીંનું પાણી જમીનમાં ઉતારવા રીચાર્જ બોર કરવામાં આવે  તેના બદલે ગ્રાઉન્ડનું પાણી પણ જો ઉતારવામાં આવે તો વરસાદનું શૃધ્ધ પાણી જમીનમાં ઉતરતા આપણને શુધ્ધ પાણી મળે અને વિજળી અને બીજો ખર્ચ ઓછો થશે. વાય અને જળ સ્વચ્છ થતાં માનસીક અને શારીરીક રોગો પર પણ ઘટશે.   સાથમાં જ વરસાદનું પાણી રોડ ઉપર આવતા, રોડ ઉપર ગટર ઉભરાવવાની જે સમસ્યાઓ અત્યારના સમયે શહેરોમાં ગંભીર બનતી જાય તે સમસ્યાનું એકમાત્ર નિવારણ સોસાયટીનાં રોડ-રસ્તાઓ પર આવી પાણીની બચત માટે આયોજન કરી શકાય.

પાણીની બચત, ઈલેકટ્રીસીટીની બચત. પેટ્રોલ-ડીઝલની બચત કરીએ અને સાથે સાથે એક વૃક્ષ વાવીને જતન કરીએ તો આપણા પરીવારને પાણીની બોટલની જેમ ઓકિસજન ખરીદવો નહીં પડે. (૪૦.૭)

રમેશભાઇ ઠકકર

મો.૯૯૦૯૯ ૭૧૧૧૬

(2:36 pm IST)