Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મ.ન.પા અને ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા પ્રતિમાની સફાઇ કાર્યક્રમ યોજાયો

રાજકોટ : ભારત આઝાદીના ૭૫ વર્ષ તેમજ ભારતના વિકાસ અને સિધ્ધીની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તથા કલીન ઇન્ડીયા પોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા અને ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા જયુબેલી ગાર્ડન ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સફાઇ કાર્યક્રમ તથા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ તથા યુનિવર્સીટી રોડ ગાર્ડન ખાતે CYSS – છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા શહીદ વીર ભગતસિંહજીની પ્રતિમા સફાઇ કાર્યક્રમ તથા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. ઉપરોકત પ્રતિમા સફાઇ કાર્યક્રમમાં ફ્રીડમ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવીણભાઈ ચાવડા તથા અન્ય હોદેદારો અને CYSS છાત્ર યુવા સંઘર્ષ સમિતિના સુરજભાઈ બગડા તથા અન્ય હોદ્દેદારો સહીત બહોળી સંખ્યામાં નાગરીકો પણ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી વિરલ ચાવડા તથા રાકેશભાઈ શાહ તેમજ સેનેટરી ઇન્સ્પેકટરશ્રી લખતરીયા તથા શ્રી જોષી સહિતનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. જયારે શહેરની અન્ય ૨૩ મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના લગત વોર્ડના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

(2:39 pm IST)