Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ફુડ શાખાના દરોડા

૧૭ કિલો વાસી બ્રેડનો નાશઃ ૭ ધંધાર્થીને લાયસન્સ અંગે નોટીસ

૧પ૦ ફુટ રીંગ રોડ રીલાયન્સ માર્કેટમાં સાગર પ્યોર ઘી તથા ભગવત ટી સ્ટોલ-માધાપર ચોકડી ખાતેથી ચાના નમૂના લેવાયા

રાજકોટ તા. ૧૬ :.. મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે કાલાવડ રોડ, ૧પ૦ રીંગ રોડ વિગેરે સ્થળે ઇંડાની રેંકડીમાં ખાદ્યચીજોની તથા વન રોડ વન વીક ઝૂંબેશ હેઠળ કુલ ૩૯ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાંથી ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમ્યાન વાસી બ્રેડ ૧૭ કિ. ગ્રા.નો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ધંધાર્થી લાયસન્સ બાબતે નોટીસ આપી હતી. આ ઉપરાંત ચા અને ઘીના નમુના લેવામાં આવ્યા હતાં.

બે નમૂના લેવાયા

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવલ (૧) ચા (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ : ભગવતી ટી સ્ટોલ, માધાપર ચોકડી, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, (ર) સાગર પ્યોર ઘી (પ લી. પેકડ ટીનમાંથી) સ્થળ રીલાયન્સ રીટેલ લી., રીલાયન્સ માર્કેટ ૧પ૦ રીંગ રોડનો સમાવેશ થાય છે.

૧૭ કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ

ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાંથી ૩૯ ખાણીપીણીના સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આ ચેકીંગ દરમ્યાન  સુલ્તાન ઇબ્રાહીમ ઇંડાવાળા મહિલા કોલેજ બ્રિજ ઉપરને લાય. અંગે નોટીસ, શાહીન ઇંડા કરીને લાય. અંગે નોટીસ, બુખારી આમલેટમાંથી ૬ કિ. ગ્રા. વાસી બ્રેડ તથા કિસ્મત આમલેટ સેન્ટર ૧પ૦ રીંગ રોડ, માધાપર ચોકડીમાંથી ર કિ. ગ્રા. વાસી બ્રેડ, શાહીલ આમલેટ ૧પ૦ રીંગ રોડ, સીનર્જી હોસ્પી. પાસેથી ૪ કિ. ગ્રા. વાસી બ્રેડ, એ-વન આમલેટમાંથી ર કિ. ગ્રા. વાસી બ્રેડ, અલિફ આમલેટ ૧પ૦ રીંગ રોડ, રામાપીર ચોકડી ૩ કિ. ગ્રા. વાસી બ્રેડનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ  રોનક પાન એન્ડ ટી રૈયા રોડ, અંડર બ્રીજ પાસેને લાય. અંગે નોટીસ, રોશની પાન એન્ડ કોલ્ડ્રીંકસને લાય. અંગે નોટીસ, મોમાઇ ટી સ્ટોલને લાય. અંગે નોટીસ, શ્રીનાથજી ટ્રેડર્સ રૈયા રોડ, સદગુરૂ કોમ્પ. પાસેને લાય. અંગે નોટીસ, જલારામ પાર્લરને લાય. અંગે નોટીસ આપવામાં આવી હતી.

(3:16 pm IST)