Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રૂ.ર૭ લાખ પ૦ હજારનો ચેક રીટર્ન થતા આરોપીને હાજર થવા કોર્ટનું સમન્સ

રાજકોટ, તા., ૧૬: રાજકોટ શહેરમાં સહજાનંદ પાર્ક શેરી નં. ૧ મવડી પ્લોટમાં રહેતા મોહન દેવશીભાઇ પાંભરે ધંધા માટે લીધેલ રકમ રૂ. ર૭,પ૦,૦૦૦ પરત કરવા ફરીયાદી મહેશભાઇ અરજણભાઇ પાંભરની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા આરોપી મોહન પાંભરને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો સહજાનંદ પાર્ક શેરી નં. ૧ મવડી પ્લોટ રાજકોટમાં રહેતા અને કંસાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી લોન્ચના નામે ધંધો કરતા મોહન પાંભરે શીવ કેટરર્સના નામે નવો ધંધો શરૂ કરેલ ત્યારે ધંધામાં નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા રકમ રૂ. ૧૭,૦૦,૦૦૦ બાદ તહોમતદારને ધંધાનો વ્યાપ વધારાવો હોય રેસ્ટોરન્ટ ચાલુ કરવા નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા રકમ ૧૦,પ૦,૦૦૦ મળી કુલ રકમ ર૭,પ૦,૦૦૦ સબંધના દાવે રાજકોટમાં આંગન ગ્રીન સીટી બ્લોક નં.ર મોટામવા પર રહેતા ફરીયાદી મહેશભાઇ અરજણભાઇ પાંભર પાસેથી મેળવી તે સ્વીકારેલ  રકમ પરત કરવા રકમ રૂ. ર૭,પ૦,૦૦૦ ચુકવવા ફરીયાદી જોગ ચેક ઇસ્યુ કરી આપી, સહી કરી આપી, ચેક સુપ્રત કરી અને ખાત્રી આપેલ કે સદર ચેક ફરીયાદી પોતાના બેન્ક ખાતામાં રજુ રાખશે એટલે ચેક રીટર્ન થશે નહી અને પરત ફરશે નહી અને ફરીયાદીની લેણી રકમ વસુલાઇ જશે.

આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેક બેંકમાં રજુ કરતા ચેક સ્વીકારાયેલ નહી અને ચેક રીટર્ન થતા તેની જાણ આરોપીને કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા પ્રથમથી જ ફરીયાદીનું લેણું ડુબાડવાનો બદઇરાદો ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સંબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલીત થાય છે કે આરોપીએ ફરીયાદી પાસેથી પોતાને ધંધામાં નાણાની જરૂરીયાત હોવાથી ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત કરવા ચેક આપી તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્યાને લઇ આરોપી મોહન દેવશીભાઇ પાંભરને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી મહેશભાઇ પાંભર વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(3:41 pm IST)