Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સીટી બસ સેવામાં ધાંધીયા અંગે કોન્ટ્રાકટરને ૧.૮૯ લાખનો દંડ

રાજકોટ, તા., ૧૬ : રાજકોટ રાજપથ લી. (મ.ન.પા. સંચાલીત) દ્વારા શહેરમાં સીટી બસ ચલાવવાનો કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં સીી બસ ચલાવવામાં છેલ્લા ૬ દિવસમાં સર્જાયેલ વિવિધ ખામીઓ સબબ કોન્ટ્રાકટરને ૧.૮૯ લાખનો દંડ ફટકારાયેલ છે.   જેમાં સીટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતી ટ્રાવેલ્સને કામમાં ક્ષતી બદલ કુલ ૪,૯૩૦ કિ.મી.ની પેનલ્ટી મુજબ કુલ રૂ. ૧,૭ર,પ૦૦ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સીટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજનસી શ્રી અલ્ટ્રામોર્ડનને કામમાં ક્ષતી બદલ કુલ રૂ. ૧૬,પ૦૦ની પેનલ્ટી કરવામાં આવેલ છે. ચેકીંગ દરમિયાન કુલ પ (પાંચ) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ.પપ૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે વગેરે બાબતોનો સમાવેશ છે.

(3:38 pm IST)