Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વ્યતિપાત યોગનું શાસ્ત્રોકત મહાત્મય

ભગવદ્ ભકતો તેમજ શ્રધ્ધાળુઓને ઉ૫યોગી થાય ફકત તે જ હેતુથી  'વ્યતિ૫ાત યોગ' વિશેની સાવ થોડીક જ માહિતી અહી આ૫ી છે. આ માહિતી શ્રી મહાભા૨ત, વ૨ાહ૫ુ૨ાણ વગે૨ે ધર્મગ્રંથોમાંથી સાવ સા૨રૂ૫ે અતિ સંક્ષેપમાં અહી લેવામાં આવી છે.

સૂર્ય- ચંદ્ર વ્યતિપાતને આશીર્વાદ આપતા રહે છે કે, ''તું સર્વ યોગોનો સદા સ્વામી રહીશ, સર્વ યોગોમાં અતિશય પવિત્ર ગણાઈશ, ભલે તારા ઉત્પતિના સમયે કોઈ શુભ કાર્ય કરાશે નહિ, પરંતુ જે કંઈ સ્નાન- દાન વગેરે પુણ્ય કર્મ કર્યું હશે તે અક્ષય થાશે. જે મનુષ્ય તારા- વ્યતિપાત યોગના- સમયે સ્નાન- દાન- જપ તથા હોમ વગેરે જે કાંઈ ધર્મ કાર્ય કરશે તેનું પુણ્ય હે પુત્ર, તારી પ્રસન્નતાથી અને અમારા અનુગ્રહથી આ લોકમાં અનંતગણું થાઓ.''

આ અનંતગણું- અસંખ્યાત એટલે કે જેને ગણી ન શકાય, તે કેટલું તે સમજાવવા શાસ્ત્રમાં નીચે મુજબની માહિતી આપવામાં આવી છે.

અમાસના દિવસે કરેલું દાન દસ ગણું, ક્ષયતિથિએ દીધેલું તેનાથી સો ગણું, સંક્રાંતિ કાળે આપેલું તેનાથી સો ગણું, તુલા અને મેષસંક્રાંતિએ આપેલું તેનાથી સો ગણું, યુગાદિએ આપેલું તેનાથી સો ગણું, ઉત્તરાયણ કે દક્ષિણાયનમાં આપેલું તેનાથી સો ગણું, ચંદૂગ્રહણના સમયે આપેલું તેનાથી સો ગણું, સૂર્ય ગ્રહણના સમયે આપેલું તેનાથી સો ગણું, પરંતુ વ્યતિપાતમાં આપેલું દાન તો અસંખ્યાત - અગણિત જ થાય છે એમ વેદ જાણનારા કહે છે.

વ્યતિપાતના સમયે જે દાન કર્યું હોય તેને સૂર્ય તથા ચંદ્ર સો કલ્પોના (એક કલ્પ બરાબર ૪,૨૯,૪૦, ૮૦૦૦૦ વર્ષો એટલે કે ચાર અબજ ઓગણત્રીસ કરોડ, ચાલીસ લાખ, એસી હજાર વર્ષ કહેવામાં આવે છે. આ એક કલ્પનો સમય થયો છે. સંધ્યાશ અલગ) આવા સો કલ્પોના અબજો વર્ષ સધી સૂર્ય-ચંદ્ર, વ્યતિપાત યોગના સમયે દાન દેનાર દાતાને તે દાનનું ફળ પાછું આપ્યા જ કરે છે અને તે નિરંતર વધ્યા જ કરી કયારેય ખૂટતું જ નથી.

શ્રીકૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે,  'હે રાજન ! વિષુવ નામના પુણ્યકાળે, ચંદ્ર-સૂર્યના ગ્રહણ સમયે, વ્યતિપાતના સમયે તથા ઉત્તરાયણના આરંભમાં દાન આપવાથી અક્ષય ફળ મળે છે.''

દાન વિશે શ્રી ભગવાને કહયું છે કે, યશ, તપ અને દાનમાં દઢ રહેવા તેને 'સત્ય' કહેવામાં આવે છે તથા ઈશ્વર પ્રિત્યર્થે જે કર્મ હોય તેને પણ 'સત્ય' કહેવામાં આવે છે. (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ ૧૭:૨૭)

''યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ એ ત્યજવા યોગ્ય નથી. પરંતુ એ તો કરવા યોગ્ય જ છે. કારણ કે, યજ્ઞ, દાન અને તપ બદ્ધિમાન - નિષ્કામ મનુષ્યોને પવિત્ર કરનારા છે. (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ ૧૮: ૫)

વ્યતિપાત યોગ પ્રારંભ તારીખ ૧૬ નવેમ્બર ૨૦૨૧ને મંગળવાર રાત્રીના ૧૨ કલાક પછી ૦૧ ક.: ૪૬ મિનીટે થાય છે તથા વ્યતિપાત યોગ તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૧ ને બુધવારે રાત્રીના ૧૨ કલાક પછી ૦૨ ક. ૧૬ મિનીટે પૂણ થાય છે.

દાનઃ કાળા, સફેદ, લાલ તલ, ખિચડી, ગોળ, ગાયનું ઘી, ગાયનું દૂધ, દહીં, છાશ, સાકર, મધ, તેલ, મીઠું, ઋતુ અનુસાર ફળો, વસ્ત્રો, જળદાન તથા દીવાનું દાન વગેરે દાન મનુષ્યને પોતાની શ્રધ્ધા અને શકિત મુજબ કરવા.

જે રાશિઓને શનિની સાડા સાતી ચાલુ હોય તેઓએ શનિગ્રહની શાંતિ માટે નિલમ, અડદ, કાળા તલ, કાળા વસ્ત્રો અને કાળ ફલ વિગેરેનું શ્રધ્ધા-ભકિતપૂર્વક દાન કરવુ.

વિશેષ નોંધઃ આ ઉપરાંત વ્યતિપાત યોગ વિશેની ઘણી મહત્વની વાતો શાસ્ત્રોમાં આપવામાં આવી છે. જેનાથી વ્યતિપાત યોગનું વિશેષ મહત્વ જાણી શકાય છે. વધુ ચોકસાઈ માટે પંચાગ જોવું.

આ લેખ લખનારનું વ્યતિપાત યોગ વિશેનું પ્રવચન યુ- ટયુબમાં ચેનલ ઉપર ઉપલબ્ધ છે.(૩૦.૧૪)

સંકલન : શ્રી નિશીથભાઈ ઉપાધ્યાય

સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર, મો. નં. ૭૮૭૪૨ ૯૫૦૭૪

(4:00 pm IST)