Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજકોટ શહેર પોલીસની " રાજકોટ ઇ-કોપ" એપ્લીકેશનને રાષ્ટ્રીય કક્ષાનો " પોલીસ એન્ડ સેફટી"નો સ્કોચ એવોર્ડ મળ્યો

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ “રાજકોટ ઇ-કોપ" એપ્લીકેશન બનાવવામાં આવેલ છે આ “રાજકોટ ઇ-કોપ” એપ્લીકેશન એક સ્માર્ટ અને પેટ્રોલીંગ અને મોનીટરીંગ સીસ્ટમ છે. “રાજકોટ ઇ-કોપ” એપ્લીકેશન પી.સી.આર. પેટ્રોલીંગ, બાઇક પેટ્રોલીંગ તથા નાઇટ રાઉન્ડની પોલીસની કામગીરીમાં સીધી દેખરેખ રાખે છે. જેના કારણે નાઇટ પેટ્રોલીંગ સઘન,સુદ્રઢ અને પરીણામ લક્ષી બનેલ છે. આ એપ્લીકેશન દ્વારા રાજકોટ શહેર પોલીસ દ્વારા પેટ્રોલીંગ, નાઇટ પેટ્રોલીંગ, બંદોબસ્ત વિગેરે કામગીરી દરમ્યાન તેઓની ઓનલાઇન હાજરી તથા નોકરીના સમયબંધ ની વિગતો આવરી લેવામા આવેલ છે આ એપ્લીકેશન નો ભરપુર ઉપયોગ કરીને પોલીસ અધિકારી તથા કર્મચારીઓની ડયુટી દરમ્યાન ની કામગીરી ચકાસી શકાય છે. આ એપ્લીકેશન રાજકોટ શહેર ના તમામ પોલીસ ના મોબાઇલમાં એપ્લીકેશન સ્વરૂપમાં રહે છે આ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પોલીસ અધિકારી તથા કર્મચારીઓની ડયુટી દરમ્યાનની કામગીરી ચકાસી શકાય છે.

આમ રાજકોટ શહેરના ટેકનોસેવી અને દુરંદેશી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અંગત રસ દાખવી તેઓ સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ રાજકોટ ઇ-કોપ" એપ્લીકેશનને અગાઉ ગવરનન્સ નાવ ઇન્ડીયા પોલીસ વર્ચ્યુલ સમીટ એન્ડ એવોર્ડ ૨૦૨૦" માં "કેપીસીટી બિલ્ડીંગ એવોર્ડ" મળેલ છે. આજે તા.૧૬/૧૧/૨૦૨૧ના રોજ “રાજકોટ ઇ-કોપ" એપ્લીકેશનને રાષ્ટ્રીય કક્ષાનો “ પોલીસ એન્ડ સેફટી " સીલ્વર કેટેગરીનો “સ્કોચ એવોર્ડ“મળેલ છે.

(9:24 pm IST)