Gujarati News

Gujarati News

News of Thursday, 16th November 2023

રાજકોટમાં વયોવૃદ્ધ સાથે યુવતી અને યુવકનું ગેરવર્તન; ગાળાગાળી: એ ડિવિઝન પોલીસે શોધી કાઢી કાયદો સમજાવતાં બંનેએ હાથ જોડી માફી માંગી

રાજકોટ: શહારના ડો. યાજ્ઞિક રોડ એસ્ટ્રોન ચોક નજીક એક વયોવૃદ્ધ ટૂવહીલર ચાલક સાથે એક મહિલા અને એક શખ્સે બેફામ ગાળાગાળી કરી ગેરવર્તન કરતાં અને જે પોલીસ પાસે જવું હોય ત્યાં જવાનું કહી રોફ જમાવતા સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં એ ડિવિઝન પીઆઇ ડી.એમ. હરિપરા, મહેશભાઈ લુવા, ભરતસિંહ ગોહિલ, ડી.સ્ટાફ ટીમે તુરંત કાર્યવાહી કરી ગેરવર્તન કરનાર બંનેને શોધી કાઢતાં આ બંનેએ હાથ જોડી માફી માંગી હતી અને બીજા લોકોને પણ જાહેરમાં ગેરવર્તન નહિ કરવા જણાવ્યું હતું.

 

(1:11 pm IST)