Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

હાર્દિવ નમકીન દ્વારા રાજકોટમાં વિવિધ ફલેવરોમાં શીંગ અને દાળીયા લોન્ચ

હાર્દિવ એન્ડ કંપનીનું નવું સાહસઃ શીંગમાં ૮ અને દાળીયામાં ૩ ફલેવરઃ દરેક સ્ટોરમાં ઉપલબ્ધ

રાજકોટ,તા.૧૬: દેશમાં ઉદ્યોગીક આયત- નિકાસ તેમના ઉત્પાદનોની ઉચ્ચ ગુણવત્તાની શ્રેણી માટે જાણીતું હાર્દિવ એન્ડ કંપનીનું એક પ્રખ્યાત નામ છે, હાર્દિવ એન્ડ કંપની ભારતમાં ૨૦૧૬થી સ્થાપિત છે. તેના વિવિધ પ્રકારના ઉત્પાદનો જેવા કે તૈયાર વસ્ત્રો, કઠોળ, અનાજ, ઈલેકટ્રોનિકસ સાધનો અને અન્ય ઉત્પાદનોની નિકાસ, આયાત અને સપ્લાય કરીને પોતાની એક આગવી ઓળખ બનાવી છે. ત્યારે રાજકોટમાં શીંગ અને દાળિયા (ચણા)માં અલગ અલગ ફલેવરમાં 'હાર્દિવ નમકીન'ના નામે લોન્ચ કરવામાં આવ્યા છે.

આ વ્યવસાયનું મુખ્ય મથક રાજકોટમાં છે અને અનિલ હરિભાઈ મેઘાણી મેનેજિંગ ડિરેકટર અને હાર્દિવ ગ્રુપની નોંધણી હેઠળ ભાગીદારી પેઢી તરીકે કાર્યરત છે, દેશના લોકોને સૌથી સસ્તા ભાવે શ્રેષ્ઠ નાસ્તાનો અનુભવ પ્રદાન કરવા માટે સમર્પિત કંપની તરીકે, હાર્દિવ એન્ડ કંપની હવે રંગીલા રાજકોટ સહીત સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં અલગ- અલગ જગ્યાએ આવી રહી છે.

શીંગની ૮ ફલેવર અને દાળિયા (ચણા) ૩ ફલેવર ઓફર કરી રહી છે. શીંગની બ્લેક પેપર, બટર સોલ્ટેડ, ચટપટી મસાલા, ચીઝી ટોમેટો, હિંગ જીરા, નીબું ફુદીના, પાસ્તા મસાલા, સ્પાઈસી ગાર્લિક.

દાળિયા (ચણા)ની ફલેવરઃ નીબું ફુદીના, સ્પાઈસી ગાર્લિક, ચટપટા મસાલા.

આ તમામ પ્રોડકટ નાનામોટા જનરલ સ્ટોર, સુપર માર્કેટ, પાન શોપ પર ઉપલબ્ધ બનશે. જેની કિંમત ૫ રૂ.હશે. આગામી બે થી ત્રણ મહિનામાં ૧૦૦ ગ્રામ અને ૨૫૦ ગ્રામમાં ઉપલબ્ધ થશે. તેમ કંપનીના અનિલભાઈ મેઘાણી, યશભાઈ પવાર, સુમિતભાઈ મદનાણી, જયદીપભાઈ મોટવાણીએ જણાવ્યું હતું.

કંપનીનું સરનામું: હાર્દિવ એન્ડ કું., રેવન્યુ સર્વે નં.૭૬/૨, પંચજન્ય પાર્ક-૨ મોટા મૌવા, કાલાવડ રોડ, રાજકોટ, મો.૭૫૭૫૦ ૭૮૭૮૮ (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:32 pm IST)