Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી:PSI-LRD ભરતીમાં રૂપિયા લઈને પાસ કરવાની લાલચ આપતી મહિલા સહિત બે શખ્સો પોલીસ સકંજામાં

12 લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાથી પોલીસે નિવેદનો નોંધી તપાસ કરી શરૂ :ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી :પોલીસ ભરતીમાં કૌભાંડ થાય તે પહેલાં પોલીસે કર્યો પર્દાફાશ

રાજકોટ પોલીસે મોટી કાર્યવાહી કરતા PSI-LRD ભરતીમાં રૂપિયા લઈને પાસ કરવાની લાલચ આપતી મહિલા સહિત બે શખ્સોને સંકજામાં લીધા છે અંદાજે 12 લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાથી પોલીસે નિવેદનો નોંધી તપાસ શરૂ કરી છે,ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી છે પોલીસ ભરતીમાં કૌભાંડ થાય તે પહેલાં પોલીસે પર્દાફાશ કર્યો છે

 આ અંગે મળતી વિગત મુજબ એક મામલે ફરિયાદ મળતા પોલીસે તપાસ રાંભી હતી જેમાં ઉક્ત કૌભાંડ થાય એ પહેલા જ પર્દાફાશ કર્યો છે

 પોલીસને મળે ફરિયાદ મુજબ ફરિયાદી આશીષભાઈ સીયારામભાઈ ભગત જાતે ભરવાડ (ઉ.વ ૨૪ )ધંધો અભ્યાસ (રહે. ભગવર્તીપરા નંદનવન સોસાયટી શેરી નં-બ રાજકોટ ) પોલીસ સ્ટેશન રૂબરૂ આવી પોતાની ફરિયાદ જાહેર કરેલ કે આ કામના આરોપી ક્રિષ્નાબેન શાહ તથા જેનીશભાઇ પરસાણા(રહે. રાજકોટ) પોતાને અને અન્ય સાહેદોને આરોપીઓએ પોતાને પોલીસ ખાતામાં મોટી ઓળખાણ હોય અને કોઇએ પોલીસની રનીંગ તેમજ લેખિત પરિક્ષા આપવાની નહિ અને તમોને સીધો જ જોઇનિગ લેટર મળી જશે તેવો વચન અને વિશ્વાસ આપી આ કામના ફરિયાદી તથા દસ સાહેદો પાસેથી દરેકના રૂ.૧,૧૦,000 તથા અન્ય એકે  સાહદો પાસેથીરૂ,.૪,૦૦,૦૦૦ લઇ ઉપરોકત કુલ ૧૫,૦૦,000 મેળવી કરી, તથા સાહેદો સહિત કુલ ૧૨ ઉમેદવારોને નોકરી નહિ અપાવી આ કામના આરોપીઓએ તેઓની સાથે છતરપીડી અને વિશ્વાસપાત કરી ગુન્હો આચરેલ હોય અને આ કામના ફરિયાદી તથા સાહેદોનાં નામ ગઇકાલે જાહેર થયેલ પો.સ.ઇ.ના ઓન લાઇન પરીણામમાં પોતાના નામો નહિ આવતા આરોપીઓએ એકબીજા સાથે મળી ઉપરોક્ત રકમ મેળવી ફરી તથા અન્ય સાહેદી સાથે છેતરપીડી કરી સદરહુ ગુન્હો આચરેલ છે. તેમજ જો અન્ય કોઇ ઉમેદવારોની સાથે પણ આવી કોઇ છેતરપીડી થયેલ હોય તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને કોઇ ઉમેદવારો બે આવા લોભી અને લાલચુ લોકોના વિશ્ર્વાસમાં નહિ આવી પરિક્ષા પાસ કરવા સખત મહેનત કરવા અંગે રાજકોટ શહેર પોલીસ તરફથી અપીલ છે.

(12:01 am IST)