Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

માદ્યસ્નાન પ્રારંભ : કડકડતી ટાઢમાં કાયા પર રેડાતુ માટલાનું પાણી

મહિમાવંતુ માદ્યસ્નાન : પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ સુધી વહેલી સવારે કડકડતી ટાઢમાં રાતભર માટલામાં રાખેલા ઠંડા પાણીથી ન્હાવાનું કાર્ય માદ્યસ્નાન તરીકે ઓળખાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માદ્યસ્નાનનો વિશેષ મહિમા છે. માદ્યસ્નાન કરી ભગવાનની પૂજા કરવાથી પૂણ્ય પામવાની સાથે શરીરને ખડતલ કરવાની તક મળે છે. આજથી માદ્યસ્નાનનો પ્રારંભ થતા રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સંપ્રદાયના જાણીતા હરિભકતો વસંતભાઇ લીંબાસિયા, પ્રવીણ કાનાબાર, ઉદય ઢાંકેચા, ભાવેશ અજાગીયા વગેરેએ વહેલી સવારે ૪.૩૦ વાગ્યે પ્રસાદીની બોરડીની સમીપે માદ્યસ્નાન કર્યુ હતું.

(11:37 am IST)