Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે ભરતીઓ આવીઃ જલ્દી અરજી કરો

- સ્ટાફ નર્સ, નાયબ તથા વિભાગીય હિસાબનીશ, ખેતી વિસ્તરણ અધિકારી, રેલ્વેમાં સ્પોર્ટસ, કવોટાની, મેનેજર, મેનેજમેન્ટ ટ્રેઇની, એન્જીનીયર્સ તથા ટેકિનશ્યન વિગેરેની ભરતીઓ

રાજકોટ, તા., ૧૫: ઉચ્ચ  કારકીર્દી બનાવવા માટે હાલનું યુવાધન સતત દોડી રહયું છે. ત્યારે લીધેલા શિક્ષણને સાર્થક બનાવવા માટે અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે હાલમાં ઘણી બધી ભરતીઓ ચાલી રહી છે. મોભાદાર નોકરી મેળવીને માન-પ્રતિષ્ઠા મેળવવાનો અને સમાજસેવા-રાષ્ટ્રસેવા કરવાની તક સામે આવીને ઉભી છે. હાલમાં ચાલતી વિવિધ ભરતીઓ ઉપર એક નજર કરીએ તો...

* ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ-૩ની સીધી ભરતી થઇ રહી છે. જેમાં સ્ટાફ  નર્સની ૧પ૩ જગ્યાઓ, વિભાગીય હિસાબનીશની ૧૪ જગ્યાઓ, વિસ્તરણ અધિકારી (ખેતી)ની ૧પ જગ્યાઓ તથા નાયબ હિસાબનીશની ૧૯૧ જગ્યાઓનો સમાવેશ થાય છે. જે માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ર૭-૧-ર૦રર છે. ઓનલાઇન અરજી  કરવા માટે https:/ojas.gujarat.gov.in વેબસાઇટ જોઇ શકાય છે. શૈક્ષણીક લાયકાત, વયમર્યાદા તેમજ ભરતી વિશેની વિગતવાર માહીતી માટે મંડળની વેબસાઇટ https:/gpssb.gujarat.gov.in ઉપર જઇ શકાય છે.

* સાઉથ સેન્ટ્રલ રેલ્વે (SCR) દ્વારા ૧૭-૧-ર૦રરની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સ્પોર્ટસ કવોટાની ર૧ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. જેમાં ૧૮ થી રપ વર્ષના ધોરણ ૧૦-૧ર આઇટીઆઇ પાસ ઉમેદવારો અરજી પાત્ર છે. વિગતવાર માહીતી તથા ઓનલાઇન અરજી કરવા માટે scr.indianrailways.gov.in વેબસાઇટ જોઇ શકાય છે.

* વેસ્ટર્ન સેન્ટ્રલ રેલ્વે (WCR) દ્વારા ર૦-૧-ર૦રરની છેલ્લી અરજી તારીખ સાથે સ્પોર્ટસ કવોટાની ર૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. જેની શૈક્ષણીક લાયકાત, વય મર્યાદા, વિગતવાર માહીતી તથા ઓનલાઇન અરજી કરવા માટેની રીત www.wcr.indianrailways.gov.in વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.

* ઇલેકટ્રોનીકસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડ (ECIL) દ્વારા ગ્રેજયુએટ એન્જીનીયર અને ટેકનીશ્યન (ડીપ્લોમાં) એપ્રેન્ટીસની કુલ ૧૫૦ જગ્યાઓ માટે ૧૮-૧-૨૦૨૨ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ભરતી ચાલી રહી છે. બી.ઇ./બી.ટેક થયેલા કે સંબંધીત એન્જીનીયરીંગ શાખામાં ત્રણ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ કરનાર રપ વર્ષ સુધના (૩૧-૧-ર૦રર) નારોજ) ઉમેદવારો અરજીપાત્ર છે. વિગતવાર માહિતી તથા ઓનલાઇન અરજી કરવાની રીત  ecil.co.in વેબ સાઇટ ઉપર જોઇ શકાય છે.

*  મિશ્રધાતુ નિગમ લિમિટેડ (MIDHANI) દ્વારા ૧પ-૧-ર૦રર ની છેલ્લી  ઓનલાઇન અરજી તારીખ સાથે મેનેજર, આસી. મેનેજર અને મેનેજમેન્ટ ટ્રેઇનીની ૬૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ડીપ્લોમાં/ એમ. બી.એ./ગ્રેજયુએટ થયેલા કે સંબંધિત ક્ષેત્રમાં બી.ઇ./બી.ટેક થયેલા ઉમેદવારો અરજીપાત્ર છે. વધુ વિગતો  www.midhani-india.in  ઉપર જોઇ શકાય છે.

આટઆટલી નોકરીઓ હાલમાં ઉપલબ્ધ છે. ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મ વિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો - મંડી પડો. છેલ્લી તારીખની રાહ જોયા વગર જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે. કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.) (પ-ર૯)

(11:39 am IST)