Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાજકોટ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ

મુર્હૂતમાં ૧૭૧૦ રૂ.ના ભાવે સોદા પડયા : ગત વર્ષે ૯૦૦ થી ૧૦૦૦ રૂ. ભાવ હતા

તસ્વીરમાં યાર્ડમાં ચેરમેન જયેશભાઇ બોઘરાએ શ્રીફળ વઘેરી ધાણાની હરરાજી ચાલુ કરાવી હતી તે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ માર્કેટયાર્ડમાં આજે શિયાળુ, પાર્કમાં નવા ધાણાની આવક શરૂ થઇ હતી અને મુર્હુતમાં સારા ભાવે સોદા પડતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી ગઇ હતી.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે શિયાળુ પાકમાં નવા ધાણાની ૩૦ મણની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરાના હસ્તે શ્રીફળ વેધરી નવા ધાણાની હરરાજી શરૂ કરાઇ હતી. નવા ધાણા એક મણના ભાવ ૧૭૧૦ રૂ. ના ભાવે સોદા પડયા હતા.

વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે (સીઝનના પ્રારંભે નવા ધાણાની ૯૦૦ થી ૧૦૦૦ રૂ. ભાવ હતા જો કે, બાદમાં કમશ ધાણાના ભાવો વધ્યા હતા. હાલમાં જુના ધાણાના ભાવ પણ ૧૭૦૦ થી ૧૮૦૦ રૂ. છે. કમોસમી વરસાદના કારણે ધાણાના પાકને પણ નુકશાન થયું છે.

(1:17 pm IST)