Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વીવીપી એન્‍જીનીયરીંગ અને ઇન્‍દુભાઇ આર્કીટેકચર કોલેજની ૨૫ વર્ષની ગાથા વર્ણવતા ગ્રંથ ‘સ્‍મૃતિ મંજુષા' નું વિમોચન

રાજકોટ તા. ૧૫ : ‘રાષ્‍ટ્રાય સ્‍વાહા, ઇદં ન મમ' સુત્રને વરેલી રાજકોટની વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજની સ્‍થાપના ૧૯૯૬ માં થઇ હતી. જેના રજત જયંતિ મહોત્‍સવની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વીવીપી કોલેજ અને સંલગ્ન ઇન્‍દુભાઇ પારેખ આર્કીટેકચર કોલેજના ગરીમાપૂર્ણ ૨૫ વર્ષોની આછેરી ઝલકરૂપે એક દળદાર ગ્રંથ ‘સ્‍મૃતિ મંજુષા'નું વિમોચન કરાયુ હતુ.

જેમાં બન્ને કોલેજની ગૌરવરૂપ વાતો તેમજ કોલેજના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ ઇજનેરી તથા આર્કીટેકટ ક્ષેત્રની ઉપયોગી વાતોના માહીતીપ્રદ લેખોને સમાવીસ્‍ટ કરવામાં આવેલ છે.

(2:29 pm IST)