Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

અંબિકા પાર્ક પરિવાર દ્વારા ૨.૭૬ લાખનું દાન એકત્ર કરાયુ

અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્‍ટ-વાંકાનેર માટે

રાજકોટ, તા.૧૫: શહેરના રૈયા રોડ સ્‍થિત અંબિકા પાર્ક દ્વારા વર્ષોથી ઉત્તરાયણના પાવન પર્વે વાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્‍ટ માટે દાન એકત્ર કરવાની પરંપરા મુજબ આ વર્ષે પણ ગઇકાલે એક દિવસમાં ૨.૭૬ લાખ જેટલી માતબર રકમનું દાન એકત્ર કરી ટ્રસ્‍ટીઓને સુપ્રત કરવામાં આવેલ. આ પ્રસંગે અંબિકા પાર્ક પરિવારના પ્રમુખ નરેન્‍દ્રસિંહ ઝાલા, કો-સેક્રેટરી ધામેલીયાભાઇ, ખજાનચી યશવંતભાઇ ભટ્ટ, દામોદરભાઇ પટેલ, છગનબાપા, દિનેશભાઇ ધમસાણીયા, ઘેટીયાભાઇ, જેન્‍તીભાઇ વસોયા સહિતનાઓ સવારથી સાંજ સુધી પુણ્‍યના કાર્યમાં સહભાગી બનેલ. આ પ્રસંગે ગૌ આશ્રમના જગદીશભાઇ, અશ્‍વિનભાઇ રાવલ, મહેશભાઇ જોબનપુત્રા, મુન્‍નાભાઇ પેંડાવાળાએ રકમ સ્‍વીકારેલ.

 

(2:36 pm IST)