Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઓહો... સ્‍માર્ટફોન પર વેડફાઇ ગયા ૩.૮ લાખ કરોડ કલાક

સર્વેના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો : મોટી સ્‍ક્રીનનો ઘટી રહ્યો છે ઉપયોગ

નવી દિલ્‍હી તા. ૧૭ : આપણી દુનિયા જાણે જᅠમોબાઇલᅠપુરતી જ સીમિત રહી ગઇ છે. સંબંધો હોય કે પછી સંવેદના,ᅠમોબાઇલᅠપર જ ઠાલવવામાં આવે છે.ᅠમોબાઇલᅠવિના એક સેકન્‍ડ આપણને ચાલતુ નથી. કહેવાય છે કે કોઇપણ ટેકનોલોજીની તાબે ન થવુ જોઇએ. જરૂર પુરતો જ ઉપયોગ કરવામાં તેની સમજદારી છે. પણ ના આવુ સમજે કોણ. નવરા હોઇએ કે ન હોઇએᅠમોબાઇલᅠવિના આપણને ચાલે જ નહી. ત્‍યારે એકᅠસરવેᅠપ્રમાણે એવી વિગતો બહાર આવી છે કે તમે જાણીને ચોંકી જશો. દુનિયાભરમાં લોકોએ ૨૦૨૧માં મોબાઇલᅠપર રેકોર્ડ ૩.૮ લાખ કરોડ કલાક વીતાવ્‍યા. જયારેᅠમોબાઇલᅠયુઝર્સે ૩૬૫ દિવસમાં ૪૩,૩૫,૦૨,૩૦૦ વર્ષ વિતાવી દીધા.એપ એની સ્‍ટેટ ઓફ મોબાઈલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે.ᅠ

રિપોર્ટ અનુસાર, લોકો મોબાઈલ ફોન પર દિવસમાં સરેરાશ ૪.૮ કલાક વિતાવે છે. આ સમયગાળો તેમના જાગવાના કલાકોના ત્રીજા ભાગનો છે. ૨૦૨૧ સુધીમાં યુકેમાં દરરોજ ફોન પર વિતાવેલો સરેરાશ સમય ચાર કલાકનો હતો, જે વર્ષની વૈશ્વિક સરેરાશ ૪.૮ કલાક કરતાં ઓછો છે. જયારે મોબાઈલનો ઉપયોગ ૨૦૧૯માં દિવસમાં ત્રણ કલાકથી વધીને ૨૦૨૦માં દિવસમાં ૩.૭ કલાક થઈ ગયો છે.

૨૦૨૧નું વર્ષ તો રેકોર્ડ બ્રેકિંગ વર્ષ રહ્યુ, કારણ કે યુઝર મોબાઇલ લાઇફસ્‍ટાઇલને અપનાવવા અને મોટી સ્‍ક્રીનથી દૂરી બનાવીને રાખી છે. એપ એનીના સીઇઓ થિયોડોર ક્રાંત્‍ઝએ કહ્યુ કે મોટી સ્‍ક્રીનનો ઉપયોગ ધીરે ધીરે ઘટી રહ્યા છે.ᅠમોબાઇલᅠપર સમય વીતાવવોએ ડાઉનલોડ કરવુ અને કમાણી કરવા સહિતની તમામ શ્રેણીનો રેકોર્ડ તોડી રહ્યા છે.

ગયા વર્ષે લોકોએ ડેટિંગ એપ્‍સ પર $૪.૨ બિલિયન કરતાં વધુ ખર્ચ કર્યા હતા. આ આંકડો ૨૦૨૦ કરતા ૫૫ ટકા વધુ છે. ᅠછેલ્લા વર્ષમાં, વિશ્વભરના મોબાઇલᅠવપરાશકર્તાઓએ ફક્‍ત તમામ એપ્‍લિકેશનો પર ૧૭૦ અબજ ડોલર ખર્ચ્‍યા છે. જે ૨૦૨૦ની સરખામણીમાં ૧૯ ટકા વધુ છે.

ભારતીયો સોશિયલ મીડિયા પર સરેરાશ ૨.૨૫ કલાક વિતાવે છે, જે વૈશ્વિક સરેરાશ પ્રતિ દિવસ ૨.૫ કલાક કરતા થોડો ઓછો છે. ભારતમાં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્‍યા ૨૦૨૧માં ૪૪૮ મિલિયન સુધી પહોંચી ગઈ છે. ઈન્‍ટરનેટ વપરાશકર્તાઓની સંખ્‍યા ૬૨૪ મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે ભારતની વસ્‍તીના ૪૫ ટકા છે.

બ્રાઝિલ, ઈન્‍ડોનેશિયા અને દક્ષિણ કોરિયાના લોકો રોજના ૫ કલાક મોબાઈલ પર વીતાવે છે. તે પછી મેક્‍સિકો, ભારત અને જાપાનનો નંબર આવે છે. જયારે ᅠઅમેરિકનો મોબાઈલ પર ૪.૧ કલાક વિતાવે છે, જે ટીવી જોવાના સમય (૩.૧ કલાક) કરતા વધુ છે.

વિશ્વભરમાં મોબાઈલ યુઝર્સ સૌથી વધુ સમય ફેસબુક, ટિકટોક અને યુટ્‍યુબ પર વિતાવે છે. દર ૧૦ મિનિટમાંથી ૭ મિનિટ આ એપ્‍સ પર ખર્ચવામાં આવે છે. જેમાં ટિકટોક ᅠસૌથી આગળ છે.

(2:37 pm IST)