Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કોઠારીયા-રણુજા મંદિર પાછળ થયેલ હત્‍યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧૭: રાજકોટ-કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાછળ થયેલ ખુનના ગુન્‍હામાં આરોપીનો જામીન ઉપર છુટકારો સેસન્‍સ કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટ-કોઠારીયા રોડ ઉપર રહેતા પ્રફુલાબેન અશ્‍વિનભાઇ હીંગુ (દરજી) એ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં તા. ૧૦/૭/ર૦ર૧ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં આજીડેમ પોલીસ સ્‍ટેશન દ્વારા આઇ.પી.સી. કલમ ૩ર૩, પ૦૪, ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૧૩પ મુજબની ફરીયાદ નોંધાવેલી હતી જેમાં ફરીયાદીએ જણાવેલ કે તેઓ પ-૦૦ વાગ્‍યાના અરસામાં તેઓ પોતાના ઘર પાસે હતા ત્‍યારે તેના પાડોશમાં રહેતા સોનલબેનએ તેના દીકરાના લગ્ન બાબતે ઝઘડો કરેલ ત્‍યારબાદ આ ઝઘડા દરમ્‍યાન તેઓના પતિ પ્રતાપભાઇ તથા અશોકભાઇ ત્‍યાં આવી જતા તેઓ ત્રણેયએ એક સંપ કરી ફરીયાદીને માર મારેલ જેમાં પ્રતાપભાઇએ ફરીયાદીને પાઇપથી માર મારેલ હોય જેથી તેઓ હોસ્‍પીટલમાં સારવાર માટે દાખલ થયેલ જયાં ફરીયાદીની ટુંકી સારવાર બાદ મૃત્‍યુ થયેલ અને બનાવ ખુનના ગુન્‍હામાં પરીણમેલ હતો અને આજી ડેમ પોલીસ સ્‍ટેશન દ્વારા આઇ.પી.સી. કલમ ૩૦ર મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો.

આ અંગે આજીડેમ પોલીસ સ્‍ટેશન દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા. ત્‍યારબાદ ઉપરોકત કામમાં કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ જતા પ્રતાપભાઇએ સેશન્‍સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજીમાં આરોપી તરફે એ મતલબની રજુઆત કરેલ હતી કે ફરીયાદી દ્વારા આરોપીનું ખોટું નામ આપવામાં આવેલ છે. અને ખોટી રીતે ફરીયાદ આપીને આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ છે તેમજ ઉપરોકત ગુન્‍હાને સાંકળતો કોઇ પુરાવો મળી આવેલ ન હોય તેમજ આરોપીનો કોઇ ગુન્‍હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિરૂધ્‍ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઇ પુરાવો મળી આવતો નથી તેવી રજુઆતો ભગીરથસિંહ ડોડીયા દ્વારા કરવામાં આવેલ હતી.

ઉપરોકત સંજોગોમાં સેશન્‍સ કોર્ટ દ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ અરજદાર આરોપીને રૂા. રપ,૦૦૦/- ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં રાજકોટના યુવા ધારાશાષાી ભગીરથસિંહ ડોડીયા, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી. વ્‍યાસ, રવિવરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, પ્રધ્‍યુમનસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:38 pm IST)