Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

અર્થ સંગ્રહ અભિયાન

રાજકોટઃ સ્વદેશી જાગરણ મંચ દ્વારા ''અર્થ સંગ્રહ અભિયાન'' અંતર્ગત ઈન્દિરા સર્કલ- યુનિવર્સિટી રોડ ખાતે સૌ કાર્યકર્તા દ્વારા સ્ટોલ રાખવામાં આવેલ હતો. જેમાં રંગીલા રાજકોટની જનતા દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. લોકો માટે સ્વદેશી વિષે જાગરૂકતા વધે તે માટે કાર્યકર્તાઓ દ્વારા પણ ખુબ પ્રયાસ કરવામાં આવ્યા હતો. કાર્યકર્તાઓ રમેશભાઈ દવે, જયેશભાઈ ઝીંઝુવાડિયા, તપનભાઈ લાડાણી, પ્રવીણભાઈ કાશિયાની, મણિભાઈ કંડિયા, ગૌતમભાઈ પટેલ, વિનોદભાઈ કનેરિયા, વિનોદભાઈ પેઢડીયા, રાજુભાઈ કકકડ ઉપસ્થિત રહયા હતા.

(2:41 pm IST)