Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ભગવતીપરામાં શિવાનીને માસીયાઇ ભાઇ ઇરફાનેે મોડી રાતે પેટમાં છરી ભોંકી દીધી

શિવાનીની માતા આરતીબેન સાથે મકાન મામલે તેની બહેન રૂપાબેનને ચાલતી માથાકુટ કારણભુતઃ રાતે વંડી ઠેંકી ઘરમાં ઘુસી હુમલો કરી ભાગી ગયાનું

રાજકોટ તા. ૧૭: ભગવતીપરા-૧૭માં  મોચી શિવાની દિલીપભાઇ ચોૈહાણ (ઉ.૧૭)ને મોડી રાતે ભગવતીપરામાં જ રહેતાં તેના માસીયાઇ ભાઇ ઇરફાન હકાભાઇ ગોગરાએ પેટમાં છરી ભોંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. મકાનની માથાકુટમાં હુમલો થયાનું શિવાનીના માતા આરતીબેને કહ્યું હતું.
શિવાની ચોૈહાણને રાતે પેટમાં ઇજા થયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. તબિબની પુછતાછમાં ઇરફાન ગોગરાએ છરી ભોંકી દીધાનું કહેતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
શિવાની બે બહેનમાં નાની છે. તેના માતા આરતીબેને કહ્યું હતું કે મારો પતિ દિલીપ અમને છોડીને ઘણા સમયથી જતો રહ્યો છે અને તે અલગ રહે છે. હાલમાં હું મારા માતા-પિતાના મકાનમાં રહુ છું. આ મકાનમાંથી મારી બહેન રૂપાબેનને તેના ભાગનો રૂમ આપી દીધો છે. આમ છતાં તેની સાથે અમારે મકાનના ભાગ બાબતે માથાકુટ ચાલે છે. રૂપાબેને હકા ગોગરા સાથે ઘર માંડ્યું હોઇ હકાનો દિકરો ઇરફાન અગાઉ પણ અમારી સાથે માથાકુટ કરી ભાગી ગયો હતો. ગત રાતે દોઢેક વાગ્યે તે વંઠી ઠેંકીને આવ્યો હતો અને મારી બાજુમાં જ મારી દિકરી શિવાની સુતી હોઇ તેના પર હુમલો કરી દીધો હતો. દેકારો થતાં તે ભાગી ગયો હતો. હુમલાનું કારણ મકાનનો ડખ્ખો જ છે કે બીજુ કંઇ? તે અંગે પોલીસે ઇરફાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

 

(2:52 pm IST)