Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

એટ્રોસીટી, મારામારી અને વિદેશી દારૂના ગુનામાં ફરાર શાહરૂખ ઉર્ફે રીઝવાન પકડાયો

યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ જે. કે. ચોક પાસેથી દબોચ્યોઃ અગાઉ હત્યા, એટ્રોસીટી, હથિયાર અને એનડીપીએસના ગુનામાં પણ પકડાઇ ચૂકયો છે

રાજકોટ તા. ૧૭: શહેરના યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એટ્રોસીટી મારામારી અને વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા નામચીન શખ્સને યુનિવર્સિટી પોલીસે જે. કે. ચોક પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર મારામારી સહિતના ગુનામાં ફરાર શખ્સ આવ્યો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામીને બાતમી મળતા નામચીન શખ્સ શાહરૂખ ઉર્ફે રીઝવાન શાહબુદીનભાઇ બેલીમ (રહે. કેવલમ કવાર્ટર પુષ્કરધામ રોડ મૂળ ધ્રાંગધ્રા) ને યુનિવર્સિટી રોડ જે. કે. ચોક પાસેથી ઝડપી લીધો હતો. આ શખ્સ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલ એટ્રોસીટી, મારામારી અને વિદેશી દારૂના અને ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર હતો. તે અગાઉ હત્યા, એટ્રોસીટી, હથિયાર, એનડીપીએસ અને વિદેશી દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પી.આઇ. એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી. વોરા, હેડ કોન્સ. રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, બલભદ્રસિંહ, સહદેવસિંહ અને બ્રીજરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.


 

(4:00 pm IST)