Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ચેક રિટર્નના કેસમાં મહિલા આરોપીને એક વર્ષની સજા અને ૧૦ લાખનું વળતર ચુકવવા અદાલતનો મહત્વનો ચુકાદો

આરોપી દ્વારા રકમ ન ચુકવાઇ તો વધુ છ માસની સજાનો આદેશ

રાજકોટ,તા. ૧૭ : અત્રે ચેક રીટર્નના કેસમાં મનિષાબેન જયેશભાઇ રાઠોડને અદાલતે ૧ વર્ષની સજાનો હુકમ ફરમાવેલ હતો.
રાજકોટના ફરીયાદી હરદિપસિંહ પ્રતાપસિંહ બારડએ આરોપી મનિષાબેન જયેશભાઇ રાઠોડ, રહે. યુવરાજ ઓપ્ટીકલ કોટેચા સર્કલ, કે.કે.હોટલની બાજુમાં, રાજકોટ વાળા સામે નેગો. ઇન્સ્ટ્રુ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ ફરીયાદ મુજબ ફરીયાદીને આરોપીના પતિ સાથે મીત્રતાના સંબંધો હોય જેથી ફરીયાદી હરદિપસિંહ બારડએ આરોપીને તેમની અંગત જરૂરીયાત મુજબ તા. ૧૫/૭/૨૦૧૬ના રોજ બેંક ઓફ કર્ણાટકાનો ચેક રૂ. ૧૦,૦૦,૦૦૦ આપેલો. અને આરોપી આ રકમ લેતી વખતે ફરીયાદીને વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ આ રકમની તમોને જ્યારે જરૂરીયાત ઉપસ્થિત થાય ત્યારે આ રકમ પરત ચુકવી આપીશું.
ત્યારબાદ ફરીયાદીએ આરોપી પાસે પોતાના રૂપિયાની માંગણી કરતાં આરોપીએ આ રૂપિયા ચુકવવા તેમની બેંક એચ.ડી.એફ.સી.બેંક, નિર્મલા કોન્વેન્ટ રોડ શાખા, રાજકોટ, ના ચેક તા.૮/૧૨/૨૦૧૭ના રોજ નો રકમ રૂ.૧૦,૦૦,૦૦ પુરાનો આપેલ. જે ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતાં સદરહું ચેક ''ના શેરા સાથે પરત ફરેલ ઉપરોકત ચેક પરત ફરતાં ફરીયાદીએ પોતાના વકીલ મારફત આરોપીને તેમના ઉપર જણાવેલ સરનામે તથા તેમના બીજા સરનામે લીગલ નોટીસ મોકલેલી છતાં આરોપીએ ફરીયાદીને કોઇ જ રકમ ચુકવેલ નહીં. તેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટના એડી.ચીફ જયુ. મેજી. ની કોર્ટમાં ફોજદારી કેસથી આરોપી વિરૂધ્ધ ધી નેગો. ઇસ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી.
અદાલતમાં કેસ ચાલતા ફરીયાદી તરફે તેમના વકીલશ્રી તુષારભાઇ બસલાણીની દલીલો તથા પુરાવાઓ માન્ય રાખી અદાલતે આરોપી મનિષાબેન જયેશભાઇ રાઠોડને ક્રિમીનલ પ્રો.કોડની કલમ -૨૫૫ (૨) હેઠળ તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ તથા હરદિપસિંહ પ્રતાપભાઇ બારડને રૂ. ૧૦,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર પેટે દિન-૩૦માં ચુકવી આપવા તેમજ જો આરોપી વળતર ન ચુકવે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.
આ કામે ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી તુષારભાઇ બસલાણી, મનીષ કોટક, એઝાઝ જુણાચ તથા અલી અસગર એમ.ભારમલ, જગદીશભાઇ જે.પડીયા, તથા જુનીયર કલાર્ક તરીકે વત્સલ એન. ચાવડા, હાર્દિક એમ.બસલાણી તથા દિપ ટી. બસલાણી વિગેરે વકીલો રોકાયેલા હતા.

 

(2:54 pm IST)