Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ફીટ રાજકોટ અને જ્ઞાનદીપ પંચાયતની બે નવી યોજના

રાજકોટઃ આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ડી.ડી.ઓ દેવ ચૌધરીએ ફીટ રાજકોટ પ્રોજેકટ પ્રસ્તુત કરેલ તે અંતર્ગત આવતા ૧ાા માસમાં દરેક તાલુકાના એક-એક ગામના ઓપન જીમ બનાવાશે. બીજો પ્રોજેકટ જ્ઞાનદીપ નામથી શરૂ કરાયો છે. જેમાં પુસ્તક પ્રેમીઓ માટે લાઇબ્રેરી શરૂ કરાશે. પંચાયત પ્રમુખ ભૂપત બોદરે પુસ્તકો ખરીદવા પોતાના તરફથી રૂ. ૫૧ હજારનું દાન જાહેર કર્યું છે. લોકો તરફથી પુસ્તકોનું દાન આવકાર્ય છે.

(3:18 pm IST)