Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુકલ બીજી વખત કોરોનાથી સંક્રમિત

યુપીના ચૂંટણીના પ્રવાસેથી પરત ફરેલા ભાજપના વધુ બે નેતાઓ કોરોનાની ઝપટે ચડયા : વોર્ડ નં. ૨ના કોર્પોરેટર જયમીન ઠાકરનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : બન્ને આગેવાનો હોમ આઇસોલેટ

રાજકોટ તા. ૧૭ : શહેરમાં હવે કોરોનાનું સંક્રમણ બમણી સ્પીડે વધવા લાગ્યું છે. કેમકે છેલ્લા બે દિવસમાં ૭૫૦ જેટલા કેસ નોંધાઇ ચૂકયા છે. યુપીની ચૂંટણીના પ્રવાસેથી પરત ફરેલા જયમીન  ઠાકર અને કશ્યપ શુકલ કોરોનાની સંક્રમિત થયા છે.

સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ વોર્ડ નં.૨નાં કોર્પોરેટર અને મનપાની સ્ટેન્ડિંગ કમીટીનાં સભ્ય જયમીન ઠાકર તથા પુર્વ કોર્પોરેટર અને ભાજપ અગ્રણી કશ્યપભાઇ શુકલ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રવાસે ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ શ્રી ઠાકર અને શ્રી શુકલને શરદી-ઉધરસ થતી  હોય તેઓએ કોરોના રિપોર્ટ કરાવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું.

આથી બન્ને આગેવાનો તબીબનાં માર્ગદર્શન હેઠળ હોમ આઇસોલેટ થઇને સારવાર લઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, જયમીન ઠાકર અને કશ્યપભાઇ શુકલ બીજી વખત કોરોનાથી સંક્રમીત થયા છે.

(3:21 pm IST)