Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સહકાર સોસાયટી વિસ્તારના બાલપ્રીય હનુમાનજી મંદિરનું પટાંઆગણ પેવિંગ બ્લોકથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા વોર્ડનં.૧૭માં વોર્ડનં.૧૭માં સહકાર સોસાયટી શેરી નં.૧ ના છેડે આવેલ બાલપ્રીય હનુમાનજી મંદિર ના પટાંઆગણમાંઙ્ગ કોર્પોરેટર રવજીભાઈ મકવાણાની ગ્રાન્ટ માંથી ચાલુ વર્ષની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાના હસ્તે કરવામાં આવ્યું.  આ શુભ પ્રસંગે વોર્ડનં.૧૭ના બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અને કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટર કીર્તીબા રાણા, પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, રાજકોટ શહેરના કિશાન મોરચાના મંત્રીઙ્ગ વિઠલભાઈ પટેલ, ગૌતમભાઈ ગોસ્વામી, સુરૂભા ઝાલા, દિનેશભાઈ ભીમાણી, શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ જયપાલભાઈ ચાવડા, નિલેશભાઈ ઠાકર, હિતેન્દ્રભાઈ વડેરા, તેમજ રમેશભાઈ, સામજીબાપા, મગનબાપા, કાનજીબાપા, સુરેશલાલજી, બચુબાપા, કરશનબાપા, અશોકભાઇ પટેલ તેમજ ભાવનાબેન ચાવડા, અંજુબેન, શારદાબેન, ભારતીબેન સહિતના લતાવાસીઓ બહેનો તેમજ ભાઈઓ હાજર રહેલ.

(3:33 pm IST)