Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાજકોટ આરપીએફ સ્ટાફે ટ્રેન અને સ્ટેશન પર ભુલાયેલી મુસાફરોની કીમતી બેગ પરત કરી

રાજકોટ : રાજકોટ ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ, યાત્રીઓને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ હોય છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર તાજેતરમાં ૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ, ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા-જામનગર હમસફર એકસપ્રેસના જામનગર સ્ટેશન પર આગમન સમયે, કોન્સ્ટેબલ શ્રી ધર્મેન્દ્રને ગ્૨ કોચમાં ચેકિંગ દરમિયાન લાલ કલર નો બેગ લાવારિસ હાલત માં જોવા મળ્યો હતો. ઈમાનદારી ની મિસાલ આપતા તેણે આ બેગ આરપીએફ ઓફિસમાં જમા કરાવી. થોડા સમય પછી શ્રી પાતળીયા વિનોદ રાય નામનો મુસાફર આરપીએફ ચોકી પર આવ્યો અને જણાવ્યું કે વડોદરાથી જામનગર જતી વખતે ટ્રેન નંબર ૨૨૯૨૩ના બી૨ કોચની સીટ નંબર ૪૯માં તે બેગ ભૂલથી ટ્રેનમાં જ ભૂલી ગયો હતો. માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ, બેગ અને તેનો તમામ સામાન જેની કિંમત આશરે રૂ. ૧૮૦૦૦/- હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી. તેવી જ રીતે, ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ, ટ્રેન નંબર ૧૧૪૬૫ સોમનાથ-જબલપુર એકસપ્રેસ ની એર્સ્કોટિંગ પાર્ટીના સ્ટાફ કોન્સ્ટેબલ વિજય સુહાગે માહિતી આપી હતી કે સુરેન્દ્રનગરથી પત્થરિયા જઈ રહેલા શ્રી ગુલાબચંદ જૈન નામના મુસાફર સુરેન્દ્રનગર સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર ૦૩ પર કાળા રંગની બેગ ભૂલી ગયા હતા. માહિતી મળતાં જ, આરપીએફ સબ ઈન્સ્પેકટર શ્રી ચંદ્રજીત યાદવ અને કોન્સ્ટેબલ શ્રી પુષ્પેન્દ્ર સિંહન એ તપસ કરતાં તેઓને આ બેગ પ્લેટફોર્મ પર મળી ગયી હતી. આ પછી, જ્યારે પેસેન્જર આર.પી.એફ પોસ્ટ-સુરેન્દ્રનગર પર આવ્યો, ત્યારે તેની સંપૂર્ણ માહિતી ની ચકાસણી કર્યા બાદ તેનો તમામ સામાન જેમાં લેનોવો ટેબ્લેટ અને રેડમી કંપનીનો મોબાઈલ હતો, જેની કુલ કિંમત આશરે રૂ. ૩૨૦૦૦/- હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી.  રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર શ્રી પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલ્વે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે.

(3:34 pm IST)