Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વોર્ડ નં. ૧૭માં બાબરીયા કોલોનીમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા વોર્ડનં.૧૭માં બાબરીયા કોલોનીઙ્ગ શેરી નં. ૭/૩ની બંધ પેટા શેરીમાં કોર્પોરેટર કીર્તીબા રાણાની ચાલુ વર્ષની ઙ્ગગ્રાન્ટ માંથી પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાના હસ્તે કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે વોર્ડનં.૧૭ના બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અને કોર્પોરેટરશ્રી ઙ્ગઅનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, રાજકોટ શહેરના કિશાન મોરચાના મંત્રીઙ્ગ વિઠલભાઈ પટેલ, ગૌતમભાઈ ગોસ્વામી, સુરૂભા ઝાલા, દિનેશભાઈ ભીમાણી, શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ જયપાલભાઈ ચાવડા, નિલેશભાઈ ઠાકર, હિતેન્દ્રભાઈ વડેરા, તેમજ, ઈમરાનભાઈ, ગફારભાઈ, રજાકભાઈ, ભીખાભાઈ અને હંસાબેન, રૂપાબેન, કુસુમબેન, રજયાબેન સહિતના લતાવાસીઓ બહેનો તેમજ ભાઈઓ હાજર રહેલ.

(3:35 pm IST)