Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મનપાની વેરા શાખાનો સપાટો

ઇમ્પીરીયલ હાઇટસમાં ૨ - ચંદ્ર પાર્કમાં ૩ -શ્રીનાથજી કોમ્પલેક્ષમાં ૧ સહિત કુલ ૩૭ મિલ્કતો સીલ

૧૮ મિલ્કતોને જપ્તીની નોટીસ : ૫૩.૪૪ લાખની વસુલાત : ત્રણેય ઝોનમાં રિકવરી સેલ દ્વારા બાકી વેરો વસુલવા ઝુંબેશ

રાજકોટ તા. ૧૭ : મ.ન.પા. દ્વારા મિલ્કત વેરાના બાકીદારો પાસેથી મિલ્કત વેરો વસુલવા માટે બનાવાયેલ ખાસ રિકવરી સેલ દ્વારા આજે તમામ ૧૮ વોર્ડમાં બાકીદારો પાસેથી વેરો વસુલવા સપાટો બોલાવતા ૩૭ મિલ્કતો સીલ તથા ૧૮ મિલ્કતોને ટાંચની જપ્તીની નોટીસ આપવામાં આવી હતી અને ૫૩.૪૪ લાખની વસુલાત કરવામાં આવી હતી.
વોર્ડ નં. ૧ : ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ધ સ્પાયર બિલ્ડિંગ માં ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૪.૧૦ લાખ તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ શ્રીનાથજી કોમપ્લેક્ષ ૧-યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ.
વોર્ડ નં. ૪ : મોરબી રોડ વેલનાથ પરા વિસ્તારમાં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ.  રઘુવીર ઇન્ડ. એરીયામાં આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ.ઙ્ગ
વોર્ડ નં. ૬ : ભાવનગર રોડ પર આવેલ રૂબી કોમ્પ્લેક્ષ શોપ નં.૨૦૧ ના બાકી માંગણા રીકવરી રૂ.૨૫,૦૦૦  ઙ્ગઙ્ગઙ્ગઙ્ગવોર્ડ નં. ૭ : લાખાજીરાજ સ્માર્ક ટ્રસ્ટ બિલ્ડિંગ માં ભાડુતના ૭-યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ. ઙ્ગ તથા કડિયા નવ લાઇન યોગી સ્મૃતિઙ્ગ બિલ્ડિંગ માં ૪-યુનિટને સીલ મારેલ. ઙ્ગ
વોર્ડ નં. ૮ : ઇમ્પીરીયલ હાઇટસ બિલ્ડિંગ ૨-યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ.ઙ્ગતથા ચંદ્રપાર્ક સોસાયટીમાં ૩-યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ.ઙ્ગઅનેઙ્ગ ચિત્રકુટ સોસાયટી માં આવેલ અક્ષર એનેક્ષી માં ૧-યુનિટને સીલ મારેલ. રીકવરી રૂ.૨.૫૦ લાખ
વોર્ડ નં. ૯ : ગોલ્ડન પાર્ક માં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૭૩,૨૩૫ તથા રૈયા રોડ પર આવેલ નક્ષત્ર-૭ માં ૩-યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ. અને ગુણાતીત નગર-૧ માં આવેલ ૧-યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ. તથા રૈયા સર્કલ પાસે આવેલ સુપર કોમ્લપેક્ષ માં ૧-યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ.  તથા સાધુ વાસવાણી રોડ પર ૪-યુનિટને નોટીસ આપતા રીકવરી રૂ.૨.૧૦ લાખ
વોર્ડ નં. ૧૦ : યુનિ. રોડ પર આવેલ અશ્વમેઘ એપાર્ટમેન્ટ માં આવેલ ફલેટ નં.૧૦૨,૨૦૨,૫૦૨,૭૦૧ એમ કુલ ૪-યુનિટના બાકી માંગણા સામે સીલ. તથા યુનિ. રોડ પર આવેલ અશ્વમેઘ એપાર્ટમેન્ટ માં આવેલ ફલેટ સેલરના યુનિટના બાકી માંગણા સામે સીલ.
વોર્ડ નં. ૧૩ : યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૩૫ લાખ ઙ્ગ
વોર્ડ નં. ૧૪ : ગુંદાવાડી-૧૩ માં ૪-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫.૬૦ઙ્ગ લાખ
વોર્ડ નં. ૧૫ : કોઠારીયા રીંગ રોડ પર આવેલ સૃષ્ટી પ્લાસ્ટીક યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૫૦ લાખ  તથા કોઠારીયા રીંગ રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં. ૧૭ : યોગેશ્વર ઇન્ડ. એરીયામાં આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫.૭૩ લાખ તથા જય વે-બ્રિજ ના યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ. તથા સ્ટાર ઇન્ડ. ના યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ.
વોર્ડ નં. ૧૮ : કોઠારીયા ઇન્ડ. એરીયામાં બાકી માંગણાઙ્ગ રીકવરી રૂ.૬.૪૧ લાખ થવા પામી છે.ઙ્ગ
 આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૩૭ મિલ્કતોને સીલ કરેલ તથા ૧૮ મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રૂ.૫૩.૪૪ લાખ રીકવરી કરેલ છે.
ઙ્ગઆ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરશ્રીઓ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર હરીશ કગથરા, સમીર ધડુક ઙ્ગતથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.


 

(3:50 pm IST)