Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પિઝઝા પાર્લર, ટી સ્ટોલ, પાઉભાજી, ઘૂઘરા, ભેળ, ઢોસાવાળા જાહેરનામા ભંગમાં ઝડપાયા

એ-ડિવીઝન પોલીસની વિસ્તારમાં કાર્યવાહી

રાજકોટ તા. ૧૭: શહેર પોલીસ કમિશનરના કોવિડ-૧૯ જાહેરનામા અંતર્ગત ખાણીપીણીના ધંધાર્થીઓ, હોટેલ રેસ્ટોરન્ટના સંચાલકોને રાતે દસ સુધી જ સ્ટોલ ખુલ્લા રાખવાની મંજુરી મળી હોય તેમજ ૭૫ ટકાની ક્ષમતામાં ગ્રાહકોને બેસાડવાનો નિયમ હોઇ તેમ છતાં નિયમ ભંગ થતો હોય છે. એ-ડિવીઝન પોલીસે જાહેરનામા ભંગ બદલ ૭ વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.

જેમાં તોરલ એપાર્ટમેન્ટમાં આવેલી ટી સ્ટ્રીટ હોટેલના મેઘાવત ભાવસીંગભાઇ રાઠોડ, પ્રિઝારીયા ૩૬૦ પીઝાના નિકુંજ લલીતભાઇ રૂઘાણી, આઇ મોગલ ટી સ્ટોલના અશ્વિન વિનુભાઇ રવીયા, રાજ પાઉભાજીના ઠાકુરદાસ પરષોત્તમદાસ ધરમદાસાણી, અનામ ઘૂઘરાના મુકેશ મનસુખભાઇ ઠાકર, બોમ્બે સ્ટાઇલ ભેળના પ્રતાપસિંહ હુકમસ્િંહ કુશવાહા તથા રાજુ સાઉથ ઇન્ડિયન ઢોસાના શિવા કેમ્બુસ્વામી આદીતાવડી સામે નક્કી થયેલી ગાઇડલાઇન કરતાં વધુ માણસોને બેસાડી નિયમ ભંગ કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ સી. પી. રાઠોડ, એએસઆઇ નીતાબેન ડાંગર, બી. વી. ગોહિલ, સાગરદાન ગઢવી, હરપાલસિંહ જાડેજા, અશ્વિનભાઇ પંપાણીયા, મેરૂભા ઝાલા અને હરવિજયસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

(3:51 pm IST)