Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજકોટ જિલ્લામાં રવિવાર સુધી વાતાવરણ સુકુ અને ચોખ્ખુ રહેશે : સવારનું તાપમાન ૧૮-૧૯ ડિગ્રી

દિવસનું તાપમાન ૩૧ થી ૩૩ ડિગ્રી, પવનની ગતિ ૧૦ થી ૨૦ કિ.મી.ની રહેશે

રાજકોટ,તા. ૧૭: ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી  મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના  ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ  યુનિવર્સીટી, તરઘડીયા  તરફથી જણાવવામાં  આવે  છે કે,  ઉતર  સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટ જીલ્લામાં તા.૧૭થી તા.૨૧ દરમ્યાન હવામાન સુકું અને ચોખ્ખું  રહશે આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૧-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૮-૧૯ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

આ સમયગાળા દરમ્યાન મહત્ત્।મ અને લઘુત્ત્।મ ભેજનું પ્રમાણ અનુક્રમે ૨૬-૪૯ અને ૧૦-૧૯ રહેશે. પવનની દિશા નૈઋત્ય, ઈશાન અને પૂર્વની રહેવાની અને પવનની ઝડપ ૧૦ થી ૨૦ કીમી/કલાક રહેવાની શકયતા છે. ઉનાળું મગફળી, તલ, મગ, અડદ અને શાકભાજીના વાવેતર માટે જમીન ખેડીને તૈયાર કરવી અને પસંદગીના પાકનું સારી જાતનું પ્રમાણિત બિયારણ મેળવી લેવું તથા સતત ઝાકળને લીધે  જીરુમાં ચરમી અને રાખોડીનો  ઉપદ્રવ ન થાય તે માટે પ્રોપીકોનાઝોલ ૧૫ મિલી દવા  ૧૦  લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.

(2:51 pm IST)