Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વોર્ડ નં.૧૮માં પ્રાથમિક સુવિધાઓ પૂરા કરવામાં પૂરતા પ્રયત્નો કરીશઃ કૈલાશબેન સાકરીયા

બસપાના આ વોર્ડના ઉમેદવાર કહે છે કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં કોઈ કામગીરી થઈ જ નથી

રાજકોટ,તા.૧૭: શહેરના વોર્ડ નં.૧૮માં બહુજન સમાજ પાર્ટીમાંથી કૈલાશબેન સાકરીયાએ ઝંપલાવ્યું છે. તેઓ કહે છે કે જો હું મારા મત વિસ્તારમાંથી ચૂંટાઈ આવીશ તો વોર્ડના મહતમ પ્રશ્નો તેમજ પ્રાથમિક સુવિધાઓ પૂરા કરવા પ્રયત્નો કરીશ.

કૈલાશબેન વી.સાકરીયા (મો.૯૭૨૭૨ ૪૩૫૯૦)એ કોઠારીયા સોલવન્ટ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં છેલ્લા ૫ વર્ષથી કોઈપણ પક્ષના કોર્પોરેટર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. તેમજ અમારા વિસ્તારમાં કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી કે આ વિસ્તારમાં કોઈ સાફ- સફાઈ કરવામાં આવતી નથી. તેમજ હાલમાં મે બ.સ.પા.માં ઉમેદવારી નોંધાવેલ હોય જેથી તમામ જાગૃત નાગરીકોને જણાવું છું કે જો મને એક તક આપવામાં આવશે તો આ વિસ્તારની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી કરીશ અને પ્રશ્નો હલ કરીશ તેમ અંતમાં જણાવ્યું હતું.

(2:51 pm IST)