Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

મવડીના અમરનગરમાં વિનોદભાઇ જોગરાજીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

દારૂ પીવાની ટેવ કારણભૂત : ચાર પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ,તા. ૧૭: મવડી રોડ પર આવેલ જૂના અમરનગરમાં રહેતા આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મવડી રોડ પર આવેલા જૂના અમરનગર શેરી નં. ૩માં રહેતા વિનોદભાઇ નરશીભાઇ જોગરાજીયા (ઉવ.૪૫)એ રાત્રે પોતાના ઘેર દરવાજા ઉપર ચુંદડીબાંધી ગળાફાંસો લીધો હતો. થાળી પરથી કુંડુ પડતા અવાજ થતા પુત્રી જાગીને રૂમની બહાર નીકળી ત્યારે પિતાને લટકતી હાલતમાં જોતા દેકારો બોલાવતા પરિવારજનો જાગી ગયા હતા અને બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વિનોદભાઇનુ મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ ગીતાબેન પંડ્યા અને રાઇટર ઘનશ્યામસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક વિનોદભાઇના પત્નીનું ત્રણ વર્ષ પહેલા બીમારી સબબ મૃત્યુ બાદ તે તેની ચાર પુત્રી અને એક પુત્ર સાથે રહેતા હતા. તેણે દારૂ પીવાની ટેવથી કંટાળી પગલુ ભર્યાનું પોલીસની તપાસમાં ખુલ્યુ છે.

(2:53 pm IST)