Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ભાજપ રાજકોટની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ સુધી લઈ જશે, એઈમ્સથી રોજગાર મળશેઃ મનિષ રાડીયા- જૈમીન ઠાકર

ડો.દર્શિતાબેન શાહ, મીનાબા જાડેજા સહિત કાર્યકરો- સમર્થકો સાથે વોર્ડ નં.૨માં લોકસંપર્ક

રાજકોટઃ શહેરના વોર્ડ નં.રના ભાજપના ઉમેદવારો મનિષભાઈ રાડિયા, જયમીન ઠાકર, દર્શિતાબેન શાહ અને મીનાબા જાડેજાએ ગઈકાલ તેમના કાર્યકરો, સમર્થકોની વિશાળ સંખ્યા સાથે ભોમેશ્વર મહાદેવના દર્શન કરીને ભોમેશ્વર પ્લોટ, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, ગોકુલિયાપરા, એવીએશન સોસાયટી, ગાયત્રીનગર, શ્રોફ રોડ, સુરજ એપાર્ટમેન્ટ, પ્રયાગ એપાર્ટમેન્ટ, મલબાર હીલ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં લોકસંપર્ક કર્યો, ઠેરઠેરથી ભાજપના ઉમેદવારોને આવકાર મળી રહ્યો છે, મતદારોનો મિજાજ ભાજપ તરફી છે. ભોમેશ્વર વિસ્તારમાં તો લોકોએ ઉમેદાવારોને ફૂલડે વધાવીને ખાત્રી આપી કે, આ વિસ્તારોમાંથી તો કમળ જ ખીલશે, કેટલાંક મતદારોએ તો તેમની સહજ પ્રમાણે કહેતાં હતાં કે આપ કે કોંગ્રેસને મત આપીને રાજકોટની વિકાસયાત્રાને થંભાવાય નહિ. વોર્ડ નં.૨માં હાલનું વાતાવરણ જોઈએ તો કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી ગયો છે., લોકોનો જબરો પ્રતિસાદ ભાજપના ઉમેદાવારોને મળી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

શ્રોફ રોડ ઉપરના એપાર્ટમેન્ટસમાં લોકસંપર્ક દરમ્યાન જે તે એપાર્ટમેન્ટના આગેવાનો  ઉમેદવારોની સાથે રહ્યા હતાં, તેઓની સાથે વાતચીત દરમ્યાન મનિષભાઈ રાડિયાએ કહ્યું હતું કે, ભાજપ રાજકોટની વિકાસ યાત્રાને ઉત્તમથી સર્વોત્તમ સુધી લઈ જશે, ભાજપના ઉમેદવારો હંમેશા પ્રજાની સાથે રહ્યા છે, જયમીનભાઈ ઠાકરે કહ્યું હતું કે, ભાજપ સરકાર તરફથી રાજકોટને એઈમ્સ હોસ્પિટલની ભેટ મળી છે, જેમાં રાજકોટના હજારો લોકોને રોજગારી મળશે.

લોકસંપર્ક ભાજપ પેનલ સાથે યુવરાજસિંહ સરવૈયા, લીલાબા જાડેજા, યશપાલસિંહ જાડેજા, વોર્ડ નં.૨ના ભાજપ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, ભાજપ વોર્ડ પ્રમુખ અતુલભાઈ પંડિત, મહામંત્રીઓ ભાવેશ ટોયટા અને દશરથભાઈ વાળા, વોર્ડ નં.૨ના ચૂંટણી ઈન્ચાર્જ લાલભાઈ પોપટ, વોર્ડનં.૨ના પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મીરાણી, પૃથ્વીસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અર્જુન રાડિયા, મયુરભાઈ રાડિયા, ગૌતમભાઈ વાળા, જયદિપસિંહ ચૌહાણ, કમલભાઈ ભટ્ટ, જયેશભાઈ ડાવેર, ભાગવત શર્મા, ઉદય સોમૈયા, બ્રીજરાજસિંહ જાડેજા, અજયભાઈ જાડેજા, ધ્યેય જોષી, પંકજ જોષી, હર્ષદ સરવૈયા, જયસુખભાઈ પરમાર, મહિલાગણમાં વોર્ડ પ્રમુખ દીપાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, રસિદાબેન સીદી, દુર્ગાબેન રાજયગુરૂ, રંજનબેન ચૌહાણ, રંજનબેન સોલંકી, પ્રફુલાબેન સરવૈયા, સુશિલાબા રાણા, નયનાબા રાણા, ધર્મિષ્ઠાબા રાણા, જાગૃતિબા જાડેજા, યોગીતાબા જાડેજા, જયોતિબા જાડેજા, હંસાબા જાડેજા વગેરે ભાજપ કાર્યકરો લોક સંપર્ક યાત્રામાં જોડાયા હતાં. તેમ જણાવાયું છે.

(3:54 pm IST)