Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

બાઇક ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો જયરાજ પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે વડગામના શખ્સને લીમડા ચોક પાસેથી દબોચ્યો

રાજકોટ, તા., ૧૭: ગાંધીગ્રામ વિસ્તારમાં થયેલ બાઇક ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર અમરેલીના વડગામના શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે લીમડા ચોકમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, ચેતનસિંહ, રાજદીપસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ અને ભરતસિંહ પરમાર સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. ચેતનસિંહ અને ભરતસિંહને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા જયરાજ વાસુરભાઇ ધાખડા (ઉ.વ.૩ર) (રહે. વડગામ તા.રાજુલા)ને લીમડા ચોક પાસેથી પકડી લીધો હતો. આ ગુનામાં અગાઉ ગાંધીગ્રામ પોલીસે સાવરકુંડલાના કયુમ અલીભાઇ ચોટલીયા, વિજપડી ગામના જાહીદ યુનુસભાઇ શેખ અને લુવારા ગામના રણુ પુંજાભાઇ ચાંદુની ધરપકડ કરી હતી ત્યારે જયરાજ ફરાર હતો. તે અગાઉ પીપાવાવ પોલીસ મથકમાં  મારામારી અને ધમકીના ગુનામાં પકડાઇ ચુકયો છે.

(3:54 pm IST)