Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ત્રંબાની જમીન મામલે વળતી ફરીયાદ : રૂપિયા પડાવવા એટ્રોસીટીના ખોટા કેસની ધમકી આપે છે

જમીનમાં ગેરકાયદે કબજાની પેરવી કરનાર ખીમજી મકવાણા સહિત ૪ સામે લેન્ડ ગ્રેબીટ એકટ તળે કાર્યવાહી કરવા જમીન માલીકના કલેકટર સમક્ષ ફરીયાદ

રાજકોટ, તા. ૧પ :  કસ્તુરબાધામ (ત્રંબા)ની ખેતીની જમીનમાં રાજકોટના પ શખ્સોએ ગેરકાયદે ઘુસણખોરી કરી ધમકી આપ્યાની પ્રાંત અધિકારી સમક્ષ રાજકોટના નાનુબેન ખીમજીભાઇ મકવાણાએ ફરીયાદ કર્યા બાદ આ જમીનના હાલના માલીક મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા રે. અંજની પાર્ક સાધુ વાસવાણી રોડ એ જીલ્લા કલેકટર સમક્ષ ખીમજીભાઇ ડાયાભાઇ મકવાણા, નાનુબેન ખીમજીભાઇ મકવાણા, દિવ્યેશ ખીમજીભાઇ મકવાણા તથા મહેશ ખીમજીભાઇ મકવાણા રહે. મુ. ત્રંબા હાલ ખોડીયારપરા થોરાળા પાસે આજીડેમ રોડ રાજકોટ જામીનમાં ગેરકાયદે કબજાની પેરવી કરતા હોય ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ તળે કાર્યવાહી કરવા વળતી લેખીત ફરીયાદ કરેલ છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ કસ્તુબાધામ ત્રંબાના રે.સ.નં. ર૭૭ પૈકી ૩૦ની જમીન એ. ૩-૦૦ ગું. અમો ફરીયાદી તથા સાહે રામભાઇ ભૂપતભાઇ જવુ એ. વે.દ.નં. પ૦૩ તા. ૧-ર-ર૦૧૮ થી છગનભાઇ લવાભાઇ રામાણી રે. ત્રંબા પાસેથી ખરીદ કરેલ છે. અને તે અંગેની રેવન્યુ રેકર્ડમાં નોંધ નં. પ૯૧૭ થી અમારા નામે પ્રમાણિત થયેલ છે. સદરહું જમીન સૌ પ્રથમ નાયબ કલેકટર દ્વારા ભીખાભાઇ ગોવિંદભાઇને સાંથણીમાં ફાળવવામાં આવેલ ત્યારબાદ આ જમીન નવીમાંથી જુની શરતમાં ફેરવાઇ હતી. આ જમીન સૌ પ્રથમ બાબુભાઇ નારણભાઇ પાટડીયાએ ત્યારબાદ દિપ્તીબેન કિશોરભાઇ બાબીયા, બળવંતભાઇ મોહનભાઇ નસીત તથા ધર્મેશ જયંતિભાઇ મહેતા અને છગનભાઇ લવાભાઇ રામાણીએ ખરીદ કરી હતી અને છગનભાઇ પાસેથી આ જમીન અમો ફરીયાદી તથા સાહેદે ખરીદ કરેલ છે.

સદરહું જમીન સાંથણીમાં ફાળવવાની કાર્યવાહથી લઇ હાલના અમો ફરીયાદીની માલીકી સુધીમાં સામાવાળા નં. ૧ થી ૪ ના નામે સદરહું જમીનનો કબજો કયારેય રેકર્ડ ઉપર આવક નથી કે ઉતરોતર માલીકોમાંથી કોઇએ કબ્જો સોપેલ હોય તેવી હકિકત પણ બની નથી. સામાવાળા પોતાને સદરહું જમીન ફાળવેલ હોવાનો અને કબ્જો સરકારે સોંપી આપેલ હોવાની ખોટી હકિકત મૌખીક રીતે ઉભી કરી રૂપિયા પાડવવા અને ગેરકાયદે કબ્જો કરવાની પેરવી કરે છે.

સર્વે નં. ર૭૭ આપો સરકારી ખરાબો આવેલ છે અને તેમાં અલગ અલગ વ્યકિતઓને સાથણીમાં જમીન ફાળવવામાં આવેલ છે સાંથણીદારો નિયમ મુજબ નવી-જુની શરતમાં ફેરવ્યા બાદ વેચાણ કરે છે ત્યારે સામાવાળા આ જમીન પોતાની માલીકીની હોય તે રીતે વર્તન કરી સર્વે નં. ર૭૭ના જમીન માલીકોને એસ્ટ્રોસીટીના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી ખંડણી માંગી છે. અને તે અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં બે ગુન્હાઓ નોંધાયા છે.

ગત તા. ૧ ના રોજ અમો ફરીયાદીના માણસો અમારી માલીકીની જમીનમાં ખેડવાણ કરવા ગયા ત્યારે સામાવાળાએ ત્યાં ધસી આવી કહેલ કે ત્રંબામાં કોઇ માણસ અમને રૂપિયા ન આપે તેવી હકિકત બનેલ નથી અને બનવા દેશુ પણ નહિ. આ ખેતીની જમીનમાં આવવા માટે તમારે રૂપિયા આપવા પડશે અન્યના એટ્રોસીટીના ખોટા કેસમાં ફિટ કરી દઇશ તેવી ધમકી આપી ઝઘડો કરી પોલીસને બોલાવી હતી અને અમો ફરીયાદીના માણસો ત્યાંથી ચાલ્યા ગયા હતા બાદમાં સામાવાળાએ અમો ફરીયાદી તથા માણસો સામે ઘુસણોખોરીની ખોટી ફરીયાદ પ્રાંત અધિકારી સમક્ષ કરી હતી.

સામાવાળા સદરહું જમીન તેની માલીકીની ન હોવા છતા એટ્રોસીટીની ખોટી ફરીયાદ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવા માંગતા હોય અને અમોની માલીકીની જમીનમાં ગેરકાયદે કબ્જો કરવાની પેરવી કરતા હોય લેન્ડ ગ્રેબીંગ એકટ તળે ગુન્હો દાખલ કરવા યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં મહાવીરસિંહ જાડેજાએ માંગણી કરી છે.

(3:56 pm IST)