Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

બિનજરૂરી ટોળા સામે તંત્રની લાલ આંખઃ કાલાવડ રોડ પર પાનની દુકાન સીલ

આશાપુરા ડીલકસ પાનમાં ટોળા જામ્યા હોઇ દુકાનને તાળા મરાવી દીધાઃ માસ્ક વગર રખડતા ૩૦ વ્યકિતઓ પાસેથી કુલ ૩૦ હજારનો દંડ વસુલાયો

રાજકોટ તા. ૧૬ : શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજરોજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ એક દુકાન સીલ કરવામાં આવી છે, અને શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૩૦ આસામીઓ પાસેથી રૂપિયા ૩૦,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ કાલાવડ રોડ પર આવેલ આશાપુરા ડીલકસ પાન શોપ સીલ કરવામાં આવી હતી તેમજ શહેરમાં જાહેર માર્ગો પણ માસ્ક પહેર્યા વિના અવરજવર કરતા ૩૦ વ્યકિતઓ પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ દંડ વસુલ કરવામાં આવેલ છે.

કોરોના સામે રક્ષણ મેળવવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આપણી અને આપણા પરિવાર માટે ખુબ જ જરૂરી છે. કોરોનાનો ચેઈન તોડવા માટે સૌ સાથે મળીને સહયોગ આપીએ. જાહેરમાં જવાનું ટાળો, બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરો, વારંવાર હાથ સાબુથી સાફ કરવા જેવી સાવચેતી જાળવવી ખુબ જ જરૂરી છે.

(3:10 pm IST)