Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ડ્રાઇવર-કંડકટર બાદ ૬પ એસ.ટી. મુસાફરોને પણ કોરોના : ડેપોની સ્થિતિ ભયાનક ગંભીર

ર૮૬નું ચેકીંગ કરાયું : કોરોનાએ હાહાકાર મચાવતા સાંજે ૪૦૦ લોકલ ટ્રીપ રદ્દ કરાઇ...

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ એસ.ટી. ડિવીઝનના મુખ્ય ડેપો સહિત વિવિધ ડેપોના ૭પ એસ.ટી. ડ્રાઇવર-કંડકટરને કોરોના વળગ્યા બાદ આજે વધુ ૬પ મુસાફરોને પણ કોરોના જાહેર થતા નાસભાગ મચી ગઇ છે.

મળતી વિગતો મુજબ આજે ર૮૬નું ચેકીંગ કરાયા બાદ ૬પ ને કોરોના જાહેર થતા તમામને હોમકોરોન્ટાઇન કરી દેવાયા છે, એસ.ટી. ડેપો ખાલીખમ થઇ ગયો છે, કોરોનાને કારણે કોઇ મુસાફરો આવતા ન હોય આજે ૪૦૦ જેટલી લોકલ ટ્રીપ રદ કરી નાખેલ છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.

(12:45 pm IST)