Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજકોટની એન.કે. જાડેજા કન્યા છાત્રાલય ૧૦૦ બેડ સરકારને સુપ્રત કરવા તૈયાર

આજથી ૧૪ દિવસ ગુજરાતના રાજપૂતો સ્વયંભૂ સજ્જડ લોકડાઉન પાળેઃ ડો. જયેન્દ્રસિંહ જાડેજા : કોરોનાની ભયાવહ સ્થિતિમાં તંત્રને સાથ આપવા આગળ આવતા રાજપૂત યુવા સંઘના અગ્રણી પી.ટી. જાડેજા

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી શ્રી એન.કે. જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય બિલ્ડીંગના ૨૫ રૂમ (૧૦૦ બેડ સાથે) કોરોના સામેની લડાઈ માટે સરકારને સુપ્રત કરવા છાત્રાલયના ફાઉન્ડર ટ્રસ્ટી અને રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ તત્પરતા રાજકોટ કલેકટર તંત્રને આ અંગે જાણ કરી છે.

ગુજરાત રાજપૂત યુવા સંઘના ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજા, વિસુભા ઝાલા, જે.ડી. ગોહિલ સહિતના અગ્રણીઓની મળેલી બેઠકમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર અને જામનગર સ્થિત સંસ્થાના બિલ્ડીંગ પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ બનાવવા તૈયારી દર્શાવાઈ છે.

આ ઉપરાંત તમામ અગ્રણીઓએ આજે તા. ૧૭ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ૧૪ દિવસ ગુજરાતમાં વસતા રાજપૂત સમાજના ભાઈઓને તેમના ધંધા બંધ રાખી સ્વયંભુ સજ્જડ લોકડાઉન પાળવા અપીલ કરી છે.

(12:48 pm IST)