Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજકોટના થોરાળાની આગાખાન પ્રિ-સ્કુલ નેચર ફ્રેન્ડલી શાળા તરીકે ગુજરાતમાં પ્રથમ

રાજકોટ તા. ૧૭ : બાળકો માટે ઇકો  ફ્રેન્ડલી રમકરડા, ગ્લુટેન ફ્રી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ, બચેલા ખોરાકનો દેશી ખાત તરીકે ઉપયોગ સહીતની પ્રવૃત્તિ હાથ ધરનાર રાજકોટના થોરાળામાં આવેલ આગાખાન એજયુકેશન સર્વીસ ઇન્ડીયા સંચાલિત 'આગાખાન પ્રિસ્કુલ' ને એજયુકેશન વર્લ્ડ દ્વારા નેચર ફ્રેન્ડલી પ્રિસ્કુલ વિભાગમાં સમગ્ર ગુજરાત ફસ્ટ ક્રમાંક અપાયો છે. તેમજ રાષ્ટ્ર કક્ષાએ સાતમો ક્રમ અપાયો છે. જે બદલ ગ્રાન્ડ જયુરી એવોર્ડ એનાયત થયેલ. સાથો સાથ સંસ્થાને પણ ભારતની મોસ્ટ રીસ્પેકટેડ એજયુકેશન બ્રાન્ડ તરીકે આઠમો ક્રમાંક અને ભારતની મોસ્ટ રીસ્પેકટેડ અર્લી ચાઇલ્ડહુડ એજયુકેશન બ્રાન્ડ તરીકે પ મો ક્રમાંક અપાયો હતો.

ડો. ઇકબાલ સમા રીજનલ હેડ ગુજરાત ઉમેરે છે કે આગાખાન પ્રિસ્કુલ દ્વારા કાયમી ધોરણે આ પ્રથા અમલમાં મુકવામાં આવેલ છે. જે બીન ઝેરી નોનટોક્ષીન વાતાવરણ માટે સહાયક થાય છે. બાળકોને પર્યાવરણના પ્રતિનિધિ (રક્ષક) બનાવવાનું સારૂ કાર્ય કરવામાં આવે છે.

(3:01 pm IST)