Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કર્ફયુ ભંગ, માસ્ક ન પહેરનારા મળી ૧૬૦ કેસઃ ગોલાના પાર્સલ આપવા નીકળનાર પણ ઝપટે ચડયો

રાજકોટ તા.૧૭ : કોરોના મહામારી અંતર્ગત વધતા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાત્રી કર્ફયુનો પોલીસ કડક અમલ કરાવી રહી છે. ત્યારે ગઇ કાલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કર્ફ યુ ભંગ કરનારા તથા માસ્ક પહેર્યા વગર નીકળનારા અને વાહનમાં બે થી વધુ વ્યકિત સાથે નીકળનારા સહિત કુલ ૧૬૦ કેસ નોંધાયા છે.

શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે રાત્રે કર્ફયુ દરમ્યાન દુકાનો ખુલ્લી રાખી ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ, વાહન લઇને આંટો મારવા નીકળેલા, રીક્ષામાં વધુ પેસેન્જરોને લઇને નિકળેલા ચાલકો, માસ્ક પહેર્યા વગર નીકળેલા તેમજ હોમ કોરોન્ટાઇ અને કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર નીકળનારા તથા કર્ફયું સમય દરમ્યાન આઇસ ગોલાના પાર્સલ હોમ ડીલેવરી કરવા નિકળેલા શખ્સ સહિતના વ્યકિતઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કર્ફયુ ભંગના ૧૧૦, માસ્ક પહેર્યા વગરના રર મળી કુલ ૧૬૦ કેસો દાખલ કરવામાં આવ્યા હતા.

(3:51 pm IST)