Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ચા-પાનના વેપારીઓ માત્ર પાર્સલ આપેઃ પ્રદિપ ડવનો અનુરોધ

રાજકોટ,તા. ૧૭: હાલમાં કોરોનાની બીજી લહેર ખુબ જ દ્યાતક અને ઝડપી સંક્રમિત કરતી છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધતા જાય છે. ત્યારે શહેરનાં ચા-પાનના વેપારીઓ લોકોને પાર્સલ આપવા મેયર ડો.પ્રદીપ ડવે અનુરોધ કર્યો છે.

આ અંગે મેયર પ્રદીપ ડવે જણાવ્યુ છે કે, કોરોનાની બીજી લહેરમાં લોકો ખુબ જ ઝડપથી સંક્રમીત થતા હોય છે.  ચા-પાનના ગલ્લા ઉપર લોકોનાં ટોળા વળે નહિ તે માટે ચા-પાનનાં વેપારી એસો.નાં સભ્યોને ટેલીફોનીક વાતચીત કરી લોકોને માત્ર પાર્સલ સુવિધા આપવા અનુરોધ કયો છે.

ફરીને તમામ શહેરનાં નગરજનોએ કામ સિવાય બહાર નીકળવું નહિ તેવી નમ્ર અપીલ કરી હતી.

કોરોના સામે વેકિસન એક અમોધ શસ્ત્ર છે. તો ૪૫ વર્ષથી ઉપરના તમામ ભાઈ-બહેનોએ કોઈપણ જાતના ડર કે ભય રાખ્યા વગર વેકિસન લઇ લેવા અંતમાં મેયરશ્રીએ જણાવેલ.

(3:52 pm IST)