Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કુવાડવાના સોખડા પાસે અજાણ્યા વૃધ્ધની કોહવાયેલી લાશ મળી

વૃધ્ધનું બીમારીના લીધે મોત નિપજવાનું ખુલ્યુ : વાલી વારસની શોધખોળ

રાજકોટ,તા. ૧૭: કુવાડવાના સોખડા ચોકડી નજીક એક અજાણ્યા વૃધ્ધની કોહવાયેલી લાશ મળી આવતા કુવાડવા રોડ પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ ચામુંડા હોટલની નજીક રોડની બાજુમાં એક આશરે ૬૦ વર્ષ અજાણ્યા વૃધ્ધની ફુલાયેલી લાશ પડી હોવાની સોખડા ગામના સરપંચ વિજયભાઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જ જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ જે.કે.પાંડાવદરા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક વૃધ્ધે ક્રીમ કલરનું ટી શર્ટ, સફેદ તથા કાળા કલરનો ચડ્ડો પહેરેલ છે તેને સફેદ દાઢી છે. બાદ પોલીસે લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેમાં તેનુ આશરે બે દિવસ પહેલા બીમારીના કારણે મૃત્યુ નિપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.જો કોઇ આ વૃધ્ધના સગા સંબંધી હોય તો મોબાઇલ નંબર ૮૯૮૦૦ ૪૯૭૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:01 pm IST)