Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

નાના મવા શાસ્ત્રીનગરના મકાનમાંથી દારૂની ૧ર બોટલ સાથે કૃણાલ પકડાયો

તાલુકા પોલીસનો દરોડોઃ છ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા. ૧૭ : નાના મવા મેઇન રોડ શાસ્ત્રીનગર અજમેરા બ્લોકના મકાનમાં તાલુકા પોલીસે દરોડો પાડી દારૂની ૧ર બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શાસ્ત્રીનગર અજમેરા બ્લોકમાં એક મકાનમાં દારૂનો જથ્થો હોવાની તાલુકા પોલીસ મથકના કોન્સ હરસુખભાઇ, ધર્મરાજસિંહ, તથા હર્ષરાજસિંહને બાતમી મળતા પી.આઇ.જે. વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી.ડામોર, એ.એસ.આઇ. આર.બી. જાડેજા, હેડ કોન્સ વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન, હરસુખભાઇ, હર્ષરાજસિંહ, ધર્મરાજસિંહ તથા રૂપેષભાઇ સહિતે શાસ્ત્રીનગર અજમેરા બ્લોક નં. બી/૭માં મકાનમાં દરોડો પાડી રૂ.૬ હજારની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે કૃણાલ મહેશભાઇ કોટેચા (ઉ.ર૬) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:02 pm IST)