Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૧ હજારથી વધુ બોર્ડ - બેનરો દુર કરતુ મ.ન.પા.

વાવાઝોડા અનુસંધાને શહેરમાં આવશ્યક પગલા લેવા અધિકારીઓને સૂચના આપતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

ભયજનક હોર્ડીંગ્સ બોર્ડ હટાવાયા : વાવાઝોડા અનુસંધાને શહેરમાં આવશ્યક પગલા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સુચના આપવામાં આવતા શહેરના વિવિધ વિસ્તારમાંથી ભયજનક ૧૦ મોટા હોર્ડીંગ્સ બોર્ડ તથા ૧ હજારથી વધુ બેનરો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭ : તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો આગામી તા.૧૭ અને તા. ૧૮ દરમ્યાન તેજ રફતાર સાથે પવન અને ભારે વરસાદ જોવા મળી શકે છે, અને વાવાઝોડાની સૌથી તીવ્ર અસર હોવાનું હવામાન ખાતું જણાવે છે ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં વાવાઝોડા પૂર્વે હાથ ધરવાની થતી કામગીરીમાં ભયજનક હોર્ડીંગ્ઝ, વૃક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાંઓ લેવાની મ્યુનિ. કમિશનરશ્રીએ અધિકારીઓને સૂચના આપેલ છે. જે કોઈ હોર્ડિંગ જરા પણ અસલામત જણાય તેને તાત્કાલિક ઉતારી લેવા તેમજ તમામ સિનિયર અધિકારીઓને આજથી ફિલ્ડવર્કમાં ઉતારી દેવામાં આવ્યા છે. વાવાઝોડા સામે આજથી જ યુધ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી છે. સાંજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૯૮૫ થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા હતા.

વધુમાં મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, બાંધકામ સાઇટ્સ ખાતે ખુલ્લામાં પડેલ માલ-સામાન યોગ્ય સ્થળે ખસેડી લેવો, ભારે વરસાદ પડવાની શકયતાને પગલે જયાં જયાં પાણી ભરવાના પ્રશ્નોનું નિરાકરણ કરવું તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર અને તેમના માટે આવશ્યક ફૂડ પેકેટ્સ તૈયાર રાખવા સૂચના અપાઈ છે.શહેરીજનોને કામ વગર બહાર ન નીકળવુ જોઈએ. શહેરની વોટર વર્કસ સિસ્ટમ ડિસ્ટર્બ ના થાય તે માટે ઇલે. ફીડરની યાદી PGVCL ને આપવા અંગે પણ મ્યુનિ. કમિશનરશ્રીએ સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.

શેલ્ડર હોમમાં માસ્ક, સેનેટાઇઝર ઉપલબ્ધ રાખવા અને લોકોના સ્થળાંતર અંગે પણ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

શેલ્ડર હોમમાં માસ્ક, સેનેટાઇઝર ઉપલબ્ધ રાખવા અને લોકોના સ્થળાંતર અંગે પણ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

(4:42 pm IST)