Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પતિ દારૂ પી મારકુટ કરતો, કામધંધો બરાબર કરતો નહિઃ કંટાળીને વર્ષાબા મરી જવા મજબૂર થયા હતાં

રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપની ભેદી આગની ઘટનામાં રહસ્ય ખુલ્યું : ગોંડલ રહેતાં મૃતક વર્ષાબાના પિતા વિક્રમસિંહ જાડેજાની ફરિયાદ પરથી પતિ યોગીરાજસિંહ સરવૈયા સામે પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો : વર્ષાબાના પિતા વિક્રમસિંહે કહ્યું-દોઢેક વર્ષ લગ્નજીવન માંડ સરખુ ચાલ્યું હતું, એ પછી જમાઇ યોગીરાજસિંહ સતત માવતરેથી પૈસા મંગાવી મારી દિકરીને ત્રાસ આપતા

રાજકોટ તા. ૧૭: રેલનગરમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ડી-વિંગમાં  છઠ્ઠા માળે આવેલા ફલેટ નંબર ૬૦૫માં ગુરૂવારે સાંજે લાગેલી ભેદી આગમાં વર્ષાબા યોગીરાજસિંહ સરવૈયા (ઉ.વ.૩૨) બાથરૂમમાં જ ભડથું થઇ ગયા હતાં. તેમના પતિ યોગીરાજસિંહ જસવંતસિંહ સરવૈયા (ઉ.વ.૩૨) તથા દિકરી કૃતિકાબા (ઉ.૫) અને પુત્ર પૂર્વરાજસિંહ (ઉ.૧ાા) દાઝી ગયા હતાં. આ બનાવમાં જે તે વખતે યોગીરાજસિંહે પત્નિએ જ પોતાને સળગાવ્યાનું રટણ કર્યુ હતું. દરમિયાન આ બનાવમાં યોગીરાજસિંહના સતત ત્રાસ, દહેજની માંગણીને કારણે કંટાળીને પત્નિ વર્ષાબા મરી જવા મજબૂર થયાની ફરિયાદ દાખલ થતાં ચર્ચા જાગી છે.

પ્ર.નગર પોલીસે આપઘાત કરનાર વર્ષાબાના પિતા ગોંડલ ઉંબાળા ચોકડી પાસે મહાકાળીનગર-૨ બ્લોક નં. ૨૫માં રહેતાં અને નિવૃત જીવન ગાળતાં વિક્રમસિંહ પરબતિસહ જાડેજા (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી વર્ષાબાના પતિ યોગીરાજસિંહ સરવૈયા વિરૂધ્ધ આઇપીસી ૩૦૬, ૪૯૮ (ક), ૩૨૩, દહેજધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

વિક્રમસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પત્નિનું નામ છાયાબા છે. મારે સંતાનમા બે દિકરી તથા એક દિકરો છે. જેમા સૌથી નાનો દિકરો ઓમદેવસિહ જે ગોડલ યાડૅમા છુટક કામ કરે છે. તેનાથી મોટી દિકરી નિશાબા છે, જેમના લગ્ન ભવનગર ખાતે થયેલા છે. તેનાથી મોટી દિકરી વર્ષાબાના લગ્ન આજથી આશરે નવેક વર્ષ પહેલા રાજકોટમાં રહેતા યોગીરાજસિંહ જયવંતસિંહ સરવૈયા સાથે જ્ઞાતિના રીત રીવાજ મુજબ થયા હતાં. તેમને સંતાનમા બે દિકરી તથા એક દિકરો છે. જેમા સૌથી મોટી દિકરી હેમાદ્રીબા ઉ.વ. આશરે ૭ તથા તેનાથી નાની દિકરી ક્રુતિકાબા ઉ.વ. આશરે ૫ તથા તેનાથી નાનો દિકરો પુવૅરાજસિહ આશરે દોઢ વર્ષનો છે. મારા જમાઈ હાલમા સીકયુરીટીમાં નોકરી કરે છે.  લગ્ન બાદ આશરે એક દોઢ વષૅથી દિકરી તેના સાસરીયા પક્ષથી અલગ  રહેતી હતી.

ગત તા- ૧૩/૦૫ના રાત્રીના આશરે આઠેક વગ્યાની આસપાસ હુ મારા ઘરે હાજર હતો ત્યારે મારા નાના ભાઈ લખધીરસિંહ કે જે મારી બાજુમા રહે છે તેઓ મારી પાસે આવેલા અને મને વાત કરેલ કે વર્ષાબા દાઝી ગયેલ છે અને આપણે રાજકોટ જવાનું છે. જેથી હુ તથા મારા પત્નિ તથા મારા નાના ભાઈ તથા ઘરના બીજા સગા વહાલા સાથે રાજકોટ સરકારી હોસ્પીટલ આવેલા અને ત્યા મારી દિકરીના સગા વહાલા તથા મારા કાકાના દિકરા હરપાલિસંહ ઉમેદસિંહ વિગેરે હાજર હતા અને વાત કરેલ કે વર્ષાબા ઘરે હાજર હતા ત્યારે સાજના આશરે છ એક વાગ્યે પોતાના શરીરે કેરોસીન છાટી સળગી ગયેલ છે અને આ બનાવમા તેની દિકરી ક્રુતીકાબા તથા દિકરો પુવૅરાજસિંહ ત થા જમાઈ યોગીરાસિંહ પણ દાઝી ગયા છે.

આ બનાવમા વર્ષાબાનું મૃત્યુ થયાનું પણ મને જણાવાયું હતું. મારી દિકરી વર્ષાબાના લગ્ન જીવન દરમ્યાન આશરે એક દોઢ વર્ષે તેમનુ ઘ૨ સંસાર સારી રીતે ચાલેલ અને બાદમા જયારે જયારે અમારા ઘરે મારી દિકરી વર્ષાબા આવતી હતી ત્યારે વાત કરતી કે મારા પતિ યોગીરાજિસહ અવાર નવાર દારૂ પી મારકુટ કરી શારીરિક માનસીક ત્રાસ આપે છે અને કોઇ કામ ધંધો બરાબર કરતા નથી. ત્યારે અમો અમારી દિકરીને સમજાવતા કે કાલ સવારે સારાવાના થાશે અમે યોગીરાજસિંહને સમજાવસુ અને મારી દિકરીને તેના ઘર ચલાવવા માટે અવાર નવાર રૂપીયા તથા ઘર વખરીનો સર સામાન લઈ આપતા હતાં. યોગીરાજિસહ અવાર નવાર રૂપીયા લઈ આવવા માટે દબાણ કરતો અને કહેતો કે તારા મા-બાપે પુરતો કરીયાવર આપેલ નથી અને અમો મારી દિકરીના ઘરે રાજકોટ આવતા ત્યારે આ યોગીરાજિસહને અવાર નવાર સમજાવવા છતા આ મારી દિકરીને તેઓ સતત દુઃખ ત્રાસ દેવાનુ ચાલુ રાખ્યું હતું.

 આમ મારી દિકરીને ખુબજ શારીરિક માનસીક ત્રાસ યોગીરાજસિંહ આપતા હોઇ જેથી મારી દિકરી વર્ષાબાને મરી જવુ પડે તેવા સંજોગો ઉભા કરતા તેણીએ કંટાળીને જાતે કેરોસીન છાટી સળગી જતા મૃત્યુ પામી છે. જેથી મારા જમાઈ યોગીરાજસિહ જયવંતસિંહ સરવૈયા વિરૂધ્ધ ફરિયાદ કરી છે. ફરીયાદ મોડી કરવાનુ કારણ એ છે કે મારી દિકરીની અંતિમવિધી કરવામાં અમે રોકાયેલા હતાં. તેમજ દોહિત્રી ક્રુતિકાબા ગોડલ દવાખાને સારવાર હેઠળ હાઇ તેની દેખરેખમાં હતાં.

પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ બી.વી. બોરીસાગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:19 pm IST)