Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રૂ. ૩૭ લાખનો ચેક રિટર્ન થતાં ઋષભ ટ્રેડીંગ કંપનીના ભાગીદારો સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૭: રૂ. ૩૭,ર૦,૧૦૪/- અંકે રૂપિયા સાડત્રીસ લાખ વીસ હજાર એકસો ચાર પુરાના કિંમતના માલની ઉધાર ખરીદી કરી આપેલ ચેક રીટર્ન થતાં ઋષભ ટ્રેડીંગ કંપનીના નામથી ચાલતી ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો ચંપકભાઇ નાનાલાલભાઇ દેઢીયા તથા નીતીનભાઇ નાનાલાલભાઇ દેઢીયા વિરૂધ્ધ દાખલ થયેલ ફરિયાદના સંદર્ભે કોર્ટે આરોપીઓને હાજર થવાનો હુકમ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, ઋષભ ટ્રેડીંગ કંપનીના નામથી ચાલતી ભાગીદારી પેઢી, ઠે. પ્લોટ નં. ૭૩, ડી-લાઇન, કુવાડવા જી.આઇ.ડી.સી., કુવાડવા રોડ, રાજકોટના ભાગીદારો ચંપકલાલ નાનાલાલભાઇ દેઢીયા બંને રહે. ૬-રામધામ સોસાયટી, ઘનશ્યામ મકાનની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટવાળા ઉપરોકત કુવાડવા જી.આઇ.ડી.સી.માં હોલસેલમાં જીરૂ, તલ તથા અન્ય જણસી વસ્તુઓનો વેપાર કરે છે અને તેઓએ વિકાસ કોમોડીટીઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર હાર્દિક ચત્રભુજભાઇ વિઠલાણી, ઠે.: ૪૦૮, જાસલ કોમ્પલેક્ષ, નાણાવટી ચોક, ર્સ્ટલીંગ હોસ્પીટલ સામે, ૧પ૦ ફીટ રીંગ રોડ, રાજકોટવાળા પાસેથી રૂ. ૩૭,ર૦,૧૦૪/- અંકે રૂપિયા સાડત્રીસ લાખ વીસ હજાર એકસો ચાર પુરાનો ઉધાર માલ ખરીદ કરેલ અને તે ઉધાર ખરીદ કરેલ માલની રકમ ચુકવવા માટે ઋષભ ટ્રેડીંગ કંપનીના પાર્ટનર તથા ઓથોરાઇઝડ સીગ્નેટરીએ પોતાની પેઢીનો બેંક ઓફ મહારાષ્ટ્ર, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતાનો ચેક આપેલ.

આ ચેક ફરીયાદી હાર્દિક ચત્રભુજભાઇ વિઠલાણીએ પોતાના વિકાસ કોમોડીટીઝના આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, રાજકોટના ખાતામાં જમા કરાવતાં સદરહું ચેક એકાઉન્ટ કલોઝડના શેરા સાથે રીટર્ન થયેલ. જેથી ફરીયાદીએ તેમના એડવોકેટ મયંકકુમાર આર. પંડયા મારફત લીગલ નોટીસ તેમના કુવાડવાના ધંધાના સરનામે તથા રહેણાંકના સરનામે મોકલાવેલ અને તે નોટીસ આરોપીઓને બજી ગયેલ હોવા છતાં તેઓએ ફરીયાદીની રકમ ચુકવેલ નહીં. જેથી ફરીયાદીએ તેમના એડવોકેટ શ્રી મયંકકુમાર આર. પંડયા મારફત ઋષભ ટ્રેડીંગ કંપનીના નામથી ચાલતી ભાગીદારી પેઢી તથા તેમના ભાગીદારો ચંપકભાઇ નાનાલાલભાઇ દેઢીયા તથા નીતીનભાઇ નાનાલાલભાઇ દેઢીયા સામે ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ જેથી રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. સાહેબએ તમામ પુરાવાઓ ધ્યાને લઇ આરોપી પેઢી તથા તેમના ભાગીદારો વિરૂધ્ધ કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની સમન્સ કરેલ છે.

આ કામે ફરીયાદી વતી મયંકકુમાર આર. પંડયા, કિશોરભાઇ એમ. પટેલ, અનિતાબેન વાઘેલા, કૌશલભાઇ વ્યાસ, કલ્પેશભાઇ સગપરીયા વિગેરે રોકાયેલ છે.

(3:28 pm IST)
  • રાજકોટમાં અત્યારે રાત્રે આઠ વાગે જોરદાર વાવાઝોડું અને તોફાની પવન ફૂંકાય રહ્યો છે: access_time 8:12 pm IST

  • કાંઈ પણ બનવાનું હોય તો ભલે બને.. પરંતુ માછીમારી તો ચાલુ રાખવી જ પડશે, પેટ કા સવાલ હૈ.. દક્ષિણના સુપ્રસિદ્ધ અખબાર મલયલા મનોરમા માં પ્રસિદ્ધ થયેલ લાજવાબ તસવીર.. access_time 9:29 pm IST

  • જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે, જે વિવાદાસ્પદ પૂજારી સ્વામી યેતી નરસિમ્હાનંદની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. આરોપીની ઓળખ જાન મોહમ્મદ ડાર તરીકે થઈ છે. તે કાશ્મીરના પુલવામાનો છે અને દિલ્હીના પહાડગંજની એક હોટલમાં રોકાયો હતો. દિલ્હી પોલીસને આ આતંકી પાસેથી કેસરી ઝભ્ભો, સફેદ પાજામો, કલાવા, મણકો, ચંદન અને કુમકુમ મળી આવ્યું છે. ડારના કબજામાંથી .30 બોરની પિસ્તોલ અને બે મેગેઝીન મળી પણ આવ્યા છે, જેમાં 15 જીવંત કારતુસ છે. પ્રારંભિક પૂછપરછમાં જાન મોહમ્મદ ડારે ખુલાસો કર્યો હતો કે તેને આતંકી સંગઠન દ્વારા પુજારીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું. access_time 6:20 pm IST