Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડા સંદર્ભે કંટ્રોલ રૂમ પર ૧૦ અધિકારી-કર્મચારીઓને રાઉન્ડ ધી કલોક ડયુટી સોંપતા રેમ્યા મોહન

રાજકોટ, તા., ૧૭: આજ બપોર બાદ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની ગંભીર અસર થવાની આગાહી સંદર્ભે જીલ્લા કલેકટર રેમ્યા મોહને ૬ અધિકારીઓને તથા ૪ કલાર્કને કંટ્રલરૂમમાં રાઉન્ડ ધી કલોક ડયુટી સોંપતા ઓર્ડરો કર્યા છે. આ ઓર્ડરો મુજબ શાપર ઓકસીજન પ્લાન્ટમાં ફરજ સુપ્રત કરાયેલ. ૬ અધિકારીઓ ઉપરાંત વિવિધ શાખાના ૪ કલાર્કને એમ કુલ ૧૦ અધિકારી કર્મચારીઓને સવારે ૬ થી બપોરે ર બપોરે ર થી રાત્રે ૧૦ અને રાત્રે ૧૦ થી સવારે ૬ એમ રાઉન્ડ ધી કલોક ડયુટી વાવાઝોડાના કંટ્રોલ રૂમ ઉપર સુપ્રત કરી દેવાઇ છે.

(4:21 pm IST)