Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

બેંકોમાં ૫૦ % સ્ટાફનો નિયમ શિરોમાન્ય, પણ વર્ક એટ હોમના માધ્યમથી અન્ય કામો લઇ શકાય

૨ વાગ્યા પછીના સમયે ગ્રાહક સિવાયનું રોજીંદુ કામ થાય તો એ પણ ખોટુ નથી

ગુજરાત સરકારના ગ્રૃહ વિભાગ તા.૨૭-૦૪-૨૦૨૧ ના પરિપત્ર મુજબ તા.૨૮-૦૪-૨૦૨૧ થી તા.૦૫-૦૫-૨૦૨૧ સુધી બેંકની શાખાઓમાં કર્મચારીઓની હાજરી ૫૦ ટકા સુધીની રાખવા બાબતે નિયંત્રણો લાદવામાં આવેલ. ત્યારબાદ ગજરાત સરકારના નાણાં વિભાગના તા.૨૯-૦૪-૨૦૨૧ ના પરિપત્ર થી તા.૧૫-૦૫-૨૦૨૧ સુધી સદર નિયંત્રણોની સમય મયાદા લંબાવાયેલ.

 ઉપરોકત પરિપત્ર અન્વયે બેંકની શાખાઓમાં ૫૦ ટકા કર્મચારીઓની હાજરીથી કામ કરવા બાબતે નિયંત્રણ લાદવામાં આવેલ પરંતુ વર્ક એટ હોમના માધ્યમથી કર્મચારીઓ ઘર બેઠા કામ કરી બેંકના ગ્રાહકોને બેંકીંગ સેવાઓ પ્રદાન કરવામાં આવે તો તે અવરોધરૂપ નથી અને પરિપત્ર/આદેશનો ભંગ થતો નથી. પ્રવર્તમાન ટેકનોલોજીના યુગમાં ગ્રાહકો ઇલેકટ્રોનીક માધ્યમથી કેશ સિવાયની બેંકીંગ સેવાઓ લઇ શકે છે જેવી કે મોબાઇલ બેંકીંગ, નેટ બેંકીંગથી નાણાંકીય વ્યવહારો કરી શકે છે જયારે ઇ-કે.વાય.સી. કે જેમાં ગ્રાહકે ઘરે બેઠા પોતાના કે.વાય.સી. અપલોડ કરી શકે છે. જયારે બેંકના કર્મચારીઓ પણ ઘરે બેસીને બેંકીંગ કામકાજ કોમ્પ્યુટર કે લેપટોપથી મારફતે કરી શકતા હોય તેથી કરે તો તે સરકારના કોઇ આદેશનો ભંગ થતો નથી.

 બેંકોની નિયમનકારી સક્ષમ સત્તાધિશ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા વખતો-વખતના પરિપત્રો, આદેશપત્રો અને બેંકીંગ રેગ્યુલેશન એકટની જોગવાઇની મર્યાદામાં બેંકોનુ સંચાલન કરે છે. આમ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા બેંકો પાસે થી સમય મર્યાદામાં કોમ્પ્લાયન્સ/અનુપાલન કરાવવાનો આગ્રહ રાખે છે અને જોે બેંકો તેનુ પાલન કરવામાં વિલંબ કે ચુક કરે કે બેદરકાર રહે તો શીક્ષત્મક પગલાથી લઇ દંડ સુધીની આકરી જોગવાઇઓ મોજુદ છે તે અન્વયે બેંક સામે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા આકરા પગલાઓ ભરી શકે છે. આવા સંજોગોમાં બેંક મેનેજમેન્ટ સ્ટાફ પાસે થી સમય મર્યાદામાં કામ કરાવવા મજબુર હોય તેને ગેર વ્યાજબી ગણી શકાય નહીં પરંતુ રાજય સરકારના આદેશન પાલન થવુ પણ આવશ્યક છે.

 એટલુ ચોક્કસ છે કે ગુજરાત સરકારશ્રીની માર્ગદર્શીકા મુજબ તા.૧૫-૦૫-૨૦૨૧ સુધી ૫૦ ટકા જ કર્મચારીઓને હાજર રાખી સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરવા બેંક મેનેજમેન્ટ બંધાયેલા છે અને તેનુ પાલન કરવા એ રાષ્ટ્ર પરત્વેની પવિત્ર ફરજ પણ છે. બે વાગ્યા પછી ૫૦ ટકા કર્મચારીઓની ફીજીકલ હાજરીની મર્યાદામાં બેંક ઓફીસમાં બેસીને ગ્રાહક સિવાયનું રોજીંદુ કામ અથવા તો ચડત કામ કરે તો તે કાયદેસર અને કોવિડ ગાઇડલાઇનની મર્ર્યાદામાં છે.

ડો. પરસોતમ પીપરીયા

સી.ઇ.ઓ. એન્ડ જનરલ મેનેજર

આર.સી.સી. બેંક, રાજકોટ

મો.૯૪૨૭૨ ૨૦૫૪૪

(4:35 pm IST)